________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ગાથા - ૧૧૭. અધ્યાત્મમત પરીક્ષા
૫૭૧ (ત્યાર પછી) તે ઉદકબિંદુ થાય કે જેના વડે તે મલ્લક પ્રવાહિત થાય છે અર્થાતુ મલકમાંથી પાણી બહાર વહેવા માંડે છે. પ્રખેવ- એ જ રીતે =પ્રતિબોધકનું દષ્ટાંત અને મલ્લકનું દષ્ટાંત ભાવન કર્યું એ જ રીતે, ઇંદ્રિયમાં પ્રક્ષેપ થતાં અનંત પુગલો વડે જયારે તે વ્યંજન પૂરિત થાય છે અર્થાત ભરાય છે, ત્યારે (સૂતેલો માણસ) હું એ પ્રમાણે કરે છે; છતાં ત્યારે તે જાણતો નથી કે આ કયા શબ્દાદિ છે.
ભાવાર્થ - કહેવાનો ભાવ એ છે કે જ્યારે બોધને અનુકૂળ પૂરતા પ્રમાણમાં પુગલોનો ઇંદ્રિય સાથે સંનિકર્ષ થાય છે ત્યારે વ્યંજન પૂરાય છે, ત્યારે પુરુષ કંઈક છે એમ જાણે છે; પરંતુ આ કયા શબ્દાદિ છે એ પ્રમાણે વિશેષ જાણતો નથી.
અહીં વિશેષ એ છે કે પ્રતિબોધક દષ્ટાંતમાં યદ્યપિ જ્યારે કોઈ વ્યક્તિ કોઇને ‘અમુક! અમુક!' એ પ્રમાણે સંબોધીને જગાડે છે ત્યારે, તે બોલવાનો કાળ એક વખતનો પણ અસંખ્યાત માનવાળો છે અને એ પણ વારંવાર બોલાવવાથી જ તે બોધને અનુકૂળ જથ્થો ભેગો થાય છે ત્યારે વ્યંજન પુરાય છે. અને તે વખતે જે બોધ થાય છે તે વિશેષના નિર્ણય વગરનો સામાન્ય નિર્ણયરૂપ અર્થાવગ્રહસ્વરૂપ છે, અને તે અર્થાવગ્રહની પૂર્વ ક્ષણોમાં તે વ્યંજનાવગ્રહસ્વરૂપ છે. અસત્કલ્પનાએ અસંખ્યાતસમય=૧૦૦ સમય, કલ્પીએ તો ૯૯ સમય સુધીનો કાળ વ્યંજનાવગ્રહસ્વરૂપ છે અને ૧૦૦મા સમયરૂપ એક સમયનો કાળ અર્થાવગ્રહસ્વરૂપ છે.
જ્યારે જાગૃત અવસ્થામાં કોઈ વ્યક્તિ કોઈ શબ્દ બોલે તો તેનો ઇંદ્રિય સાથે સંબંધ થતાં તરત જ અપાય થતો દેખાય છે, પરંતુ વસ્તુતઃ ત્યાં પણ બોલવાનો કાળ અસંખ્ય સમયનો છે. ત્યાં પણ પ્રત્યેક સમયે વચનપુદ્ગલો શ્રોત્રેન્દ્રિયની સાથે સંબંધ પામે છે અને ચરમસમયે વ્યંજન પૂરણ થાય છે ત્યારે અર્થાવગ્રહ થાય છે, અને પછી ઇટાદિ થઈને અપાય થાય છે; પરંતુ સમય અતિસૂક્ષ્મ હોવાને કારણે તરત જ બોધ થયો એવો પ્રતિભાસ થાય છે. અહીં ‘પ્રતિબોધક દષ્ટાંતમાં કાંઈક એ પ્રકારના શબ્દપુદ્ગલોનો જથ્થો શ્રોત્રેન્દ્રિયની સાથે સંબંધિત થાય છે ત્યારે અર્થાવગ્રહ થાય છે; અને મલ્લકના દાંતમાં મલ્લકમાં આર્દ્રભાવ પેદા થાય તસ્થાનીય વિષયોના સંપર્કથી જીવને કાંઇક એવો સ્પષ્ટ સામાન્ય બોધ થાય છે જે અર્થાવગ્રહસ્વરૂપ છે; અને તે અસંખ્યાતમાં સમયે જ થાય છે, તે પૂર્વેના સમયોમાં જે બોધ છે તે અસ્પષ્ટ બોધ છે તે વ્યંજનાવગ્રહસ્વરૂપ છે.
ટીકાર્ય :- “સત્યં “નાથી પૂર્વપક્ષીએ કરેલી શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, અર્થાત્ નંદીસૂત્રના પાઠના બળથી પ્રતિબોધક અને મલ્લકના દૃષ્ટાંત દ્વારા અસંખ્યાત સમય વડે કરીને વિષયોના સંપર્કથી વ્યંજનનું આપૂરણ થાય છે, અને એ રીતે ભગવાનને પણ આહાર ગ્રહણ કરતાં અસંખ્યાતસમય વડે વ્યંજનનું આપૂરણ થવાને કારણે વ્યંજનાવગ્રહ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ નંદીસૂત્રનું એ કથન છદ્મસ્થના જ્ઞાનને આશ્રયીને છે, માટે કોઈ દોષ નથી. એ ભાવને સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે‘ઉત્તરૃ- ઉક્તસૂત્રમાં=ઉપરમાં કહેલા નંદીસૂત્રમાં, ગ્રહણવિધિ અને ગ્રહણનિષેધની વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રયીને ઉપદેશ છે, પણ નહિ કે સંબંધમાત્રને આશ્રયીને; કેમ કે પ્રથમસમયથી આરંભીને જ સંબંધનો સંભવ છે. આથી કરીને જsઉક્તસૂત્રમાં વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રયીને ગ્રહણની વિધિ અને ગ્રહણના નિષેધનું કથન છે આથી કરીને જ, તે નંદીસૂત્રની ટીકામાં પૂજય મલયગિરિમહારાજ આ પ્રમાણે કથન કરે છે - અસંખ્યાતસમયપ્રવિષ્ટ પુદ્ગલો