________________
અધ્યાત્મમતપરીક્ષા
૩૬૭
અવતરણિકાર્ય અમે તમારા વડે પરિભાષિત જ દોષોને કહીએ તો એ પ્રમાણે થાય=કેવલી કવલભોજી નથી એ પ્રમાણે થાય, અને એ પ્રમાણે નથી; અર્થાત્ તમારા વડે પરિભાષિત દોષોને અમે દોષો કહેતા નથી, પરંતુ આત્મગુણોના દૂષણને અમે દોષરૂપે કહીએ છીએ; અને તથાપણું=આત્મગુણોને દૂષણ કરવાપણું, ક્ષુધા-પિપાસાનું નથી, એ પ્રકારના આશયથી ગ્રંથકાર કહે છે
ગાથા - ૭૩-૭૪
तो सक्का वुत्तुं जे छुहतण्हाई जिणस्स किर दोसा । जइ तं दूसेज्ज गुणं साहावियमप्पणो कंवि ॥७३॥ (तच्छक्यं वक्तुं क्षुधातृष्णादि जिनस्य किल दोषाः । यदि तदूषयेद्गुणं स्वाभाविकमात्मन: कमपि ॥७३॥
ગાથા ઃ
दूसइ अव्वाबाहं इय जइ तुह सम्मओ तयं दोसो । मणुअत्तणं विदोसो ता सिद्धत्तस्स दूषणओ ॥७४॥
( दूषयत्यव्याबाधं इति यदि तव सम्मतस्तकं दोषः । मनुजत्वमपि दोषस्तत्सिद्धत्वस्य दूषणतः ॥७४॥ )
દર ગાથા-૭૩માં ‘ને’અવ્યય પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :- જો આત્માના કોઇ પણ સ્વાભાવિક ગુણને તે=ક્ષુધાતૃષાદિ, દૂષણ કરતાં હોય, તો તે ક્ષુધાતૃષાદિ જિનના દોષ કહેવા માટે શક્ય બને. II93II
ગાથાર્થ :- તે અવ્યાબાધ સુખને દૂષણ કરે છે એ પ્રમાણે જો તમને ત—તે=ક્ષુધાતૃષાદિ દોષ, સંમત છે, તો સિદ્ધપણાનું દૂષણ હોવાથી મનુષ્યપણું પણ દોષ થાય. II૪||
टीS1 :- यदि हि क्षायिकसुखरूपाऽऽत्मगुणदूषकत्वात् क्षुत्तृष्णयोर्दोषत्वमुद्भावयेयुः परे तर्हि मनुष्यत्वमपि केवलिनां सिद्धत्वदूषकतया दोष: प्रसज्यत इति पर्यनुयोगे तेषामप्रतिभया नखशिखाग्रैर्भूविलेखनमेव चिरमनुशीलनीयं स्यात्।
ટીકાર્ય :- ‘યદ્ગિ હિં' -જો ક્ષાયિક સુખરૂપ આત્મગુણને દૂષિત કરનારા હોવાથી ક્ષુધાતૃષાનું દોષપણું પર=આધ્યાત્મિકો, ઉદ્ભાવન કરતા હોય, તો સિદ્ધપણાને દૂષણ કરનાર હોવાથી કેવલીઓને મનુષ્યપણું પણ દોષરૂપ માનવાનો પ્રસંગ આવે. આ પ્રમાણે પર્યનુયોગમાં=પ્રશ્નમાં, તેઓની=આધ્યાત્મિકોની, અપ્રતિભા વડે નખની શિખાના અગ્રભાગથી ભૂમિવિલેખન જ ચિર અનુશીલનીય થાય, અર્થાત્ આ પ્રમાણે પ્રશ્ન કરીએ તો તેનો ઉત્તર લાંબા કાળે પણ આધ્યાત્મિકો આપી શકવા સમર્થ નથી.