________________
૫૧૪
અધ્યાત્મમત પરીક્ષા ,
ગાથા - ૧૦૧,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
.
ટીકાર્ય-‘૩૧મવિષય:' અહીં અનુમાનનો આકાર આ પ્રમાણે છે. (૧) (પક્ષ) સોપક્રમણ કર્મ, (સાધ્ય) સાધ્ય છે=ઉપક્રમનો વિષય છે, (હેતુ) કારણ કે સાધ્યરોગનો હેતુભૂત છે, (દષ્ટાંત) જેમ કે દેહ. (૨) (પક્ષ) સોપક્રમણ કર્મ, (સાધ્ય) સાધ્ય છે=ઉપક્રમનો વિષય છે. (હેતુ) કારણ કે સાધ્યનિદાનાશ્રય છેઃસાધ્ય એવા કારણથી જન્ય છે, (દષ્ટાંત) જેમ કે દેહ. (૩) (પક્ષ) સોપક્રમણ કર્મ, (સાધ્ય) સાધ્ય છે, (હેતુ) કારણ કે દેહાદિમાં ભાવ છે=રહેલ છે, (દષ્ટાંત) જેમ કે દેહ.
ભાવાર્થ - કર્મ સોપક્રમ=ઉપક્રમની સામગ્રીથી યુક્ત, અને સાધ્ય–ઉપક્રમણીય અર્થાત્ ઉપક્રમની સામગ્રીથી ઉપક્રમ પામી શકે તેવું છે. ઉક્ત અનુમાનમાં કર્મ પક્ષ છે, સોપક્રમ અને સાધ્ય એ બંને સાધ્ય છે, અને તેમાં પ્રથમ હેતુ સાધ્ય એવા રોગનો હેતુ છે. તેનું તાત્પર્ય એ છે કે સાધ્ય એવા રોગનો હેતુ કર્મ છે, તેથી જો કર્મ સાધ્ય ન હોય તો સાધ્ય એવા રોગનો હેતુ બની શકે નહિ, માટે કર્મ સાધ્ય છે. જ્યારે કર્મસાધ્ય છે એમ સિદ્ધ થાય, તો ઉપક્રમની સામગ્રીવાળું પણ કોઇક સ્થાને તે અવશ્ય પ્રાપ્ત થાય છે, માટે સોપક્રમ છે.
અહીં બીજો હેતુ એ છે કે, સાધ્ય નિદાનનો આશ્રય છે. તેનું તાત્પર્ય એ છે કે, સાધ્ય એવા કર્મનું જનક કારણ, હોય તેને પણ ઉપચારથી સાધ્ય કહેવાય. તે નિયમ પ્રમાણે સાધ્ય એવું નિદાન=કારણ, અર્થાત. કર્મબંધના કારણરૂપ જે અધ્યવસાય તેનો આશ્રય હોવાથી, અર્થાત્ તેનાથી જન્ય હોવાથી કર્મ સાધ્ય છે.
અહીં ત્રીજો હેતુ છે “દેહાદિભાવાત્'. ત્યાં “આદિથી જીવનું ગ્રહણ કરવાનું છે. તેથી એ અનુમાન પ્રાપ્ત થાય કે કર્મ સોપક્રમ છે અને દેહ અને જીવમાં રહેલ છે, અને કર્મ દેહમાં ને જીવમાં આ રીતે રહે છે -
કર્મ જીવમાં કથંચિત્ તાદાત્મસંબંધથી રહેલ છે અને જીવ દેહમાં કથંચિત્ તાદાભ્યસંબંધથી રહે છે, તેથી કર્મ જીવ દ્વારા દેહમાં રહે છે; અને કર્મ જીવમાં પણ કથંચિત્ તાદાભ્યસંબંધથી રહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મ દેહ અને જીવમાં રહે છે તેથી ઉપક્રમ સ્વભાવવાળું છે. જેમ દેહ જીવમાં અને દેહમાં તાદાભ્યસંબંધથી રહે છે અને દેહને શસ્ત્રાદિ દ્વારા ઉપક્રમ લાગે છે, તેમ કર્મ પણ જીવમાં અને દેહમાં રહે છે તેથી કર્મને ઉપક્રમ લાગે છે.
દ, (સ્વમાં સ્વનો તાદાત્મ સંબંધ છે તેથી દેહ દેહમાં તાદાભ્યથી રહે છે.)
ઉત્થાન - વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૨૦૧૭માં સાધ્યનિદાનનો આશ્રય છે એ રૂપ બીજો હેતુ છે, ત્યાં સાધ્યનિદાનનો અર્થ કર્યો કે સાધ્ય એવા કર્મનો જનક હોવાથી નિદાન=કારણઃકર્મબંધનો અધ્યવસાય, પણ સાધ્ય કહેવાય છે, અર્થાત્ સાધ્ય એવા કર્મનું જનક કારણ પણ સાધ્ય કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થયું કે, કર્મ સાધ્ય તરીકે સિદ્ધ હોય તો જ તજનક કારણ પણ સાધ્યનિદાન તરીકે સિધ્ધ થાય, અને તજનક કારણ સાધ્યનિદાન તરીકે સિદ્ધ થાય તો જ તે હેતુ દ્વારા કર્મની સાધ્ય તરીકે સિદ્ધિ થાય. અર્થાત્ કર્મ સાધ્ય છે એમ સિદ્ધ થાય ત્યારે, કર્મના કારણભૂત એવા અધ્યવસાયો સાધ્ય છે એમ સિદ્ધ થાય; અને અધ્યવસાયો સાધ્ય છે એમ સિદ્ધ થાય તો કર્મની સાધ્ય તરીકે સિદ્ધિ થાય. આ રીતે અન્યોન્યાશ્રયદોષ પ્રાપ્ત થાય છે તેને સામે રાખીને ગ્રંથકાર ટીકામાં કહે છે