________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમતપરીક્ષા
૪૯૫
ટીકાર્ય :- ‘સ્થાવેતત્' સિદ્ધાંતકાર કહે છે કે પૂર્વપક્ષી આમ કહે કે, દૃઢ વસ્તુની દીર્ઘસ્થિતિ હોય છે અને મર્દઢની=અદૃઢવસ્તુની, અલ્પ સ્થિતિ હોય છે એથી કરીને, પદાર્થમાં રહેલી દૃઢતા અને અદઢતા જ દીર્ઘ અને મલ્પ–જ઼સ્વ, સ્થિતિની હેતુ છે. તેને સિદ્ધાંતકાર કહે છે કે તારી વાત સાચી છે, અર્થાત્ દીર્ઘ અને અલ્પ સ્થિતિ પ્રત્યે દૃઢતા અને અદઢતા હેતુ છે, તો પણ દૃઢતા અને અદૃઢતાનું વિશેષ આધીનપણું છે; અર્થાત્ દૃઢતા અને અદૃઢતાને અનુકૂળ વિશેષ પ્રકારના અધ્યવસાયને આધીનપણું છે.
ભાવાર્થ :- ‘સ્વાવેતત્-'થી કથન કર્યું તેમાં પૂર્વપક્ષીનું તાત્પર્ય એ છે કે, કર્મથી અતિરિક્ત સ્થિતિ નામનો પદાર્થ નથી પરંતુ બંધાયેલા કર્મમાં જે દૃઢતા અને અદૃઢતા છે તે કર્મની સ્થિતિના દીર્ઘતા અને અલ્પતાના હેતુ છે, તેથી કર્મથી અતિરિક્ત સ્થિતિ માનવાની જરૂર નથી. આ પ્રમાણે પૂર્વપક્ષીના કથનને ‘સત્ત્વ'થી સ્વીકારતાં સિદ્ધાંતકાર કહે છે કે, તારી વાત સાચી છે તો પણ દઢતા અદૃઢતાને અનુકૂળ એવા વિશેષ પ્રકારના અધ્યવસાયને આધીન દેઢતા અને અદઢતા છે.
સિદ્ધાંતકારના આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, અધ્યવસાયથી કર્મમાં દઢતા અને અદઢતા પેદા થાય છે, અને તે કર્મની દીર્ઘ અને હ્રસ્વ સ્થિતિના હેતુ છે. તેનાથી કર્મ દીર્ઘકાળ સુધી કે અલ્પકાળ સુધી ટકે છે. આ કથનથી મે ફલિત થાય છે કે વિશેષ પ્રકારના અધ્યવસાયથી કર્મમાં દૃઢતા-અદૃઢતા થાય છે, અને તેના કારણે કર્મમાં દીર્ધસ્થિતિ પ્રાપ્ત થાય છે, જે અપવર્તનનો વિષય બની શકે છે. માટે કોઇ દોષ આવતો નથી.
રીકાર્ય :- ‘વા’ વળી કોઇ બીજા એમ કહે છે કે દૃઢતા-અદૃઢતા સ્થિતિવિશેષરૂપ જ છે. તેમની માન્યતા પ્રમાણે અધ્યવસાયવિશેષથી કર્મમાં દઢતા-અદૃઢતા પેદા થાય છે, અને તે દૃઢતા-અદૃઢતા સ્થિતિવિશેષરૂપ જ છે. તેનાથી કર્મ દીર્ઘ કાળ કે અલ્પ કાળ ટકે છે.
&st :- 'कर्मस्थितिविशेषे को हेतुः ?' इति चेत् ? कषायविशेष एवेत्यवेहि '' ठिइअणुभागं कसायओ कुणइ' त्ति वचनात् । ननु तथापि दीर्घकर्मस्थितेः प्रायश्चित्तादिना नाश एव, किमपरमपवर्त्तनं? इति चेत् ? भखण्डायाः कर्मस्थितेर्हेतुविशेषेण खण्डसात्संपादनमेवापवर्त्तनं, इदमेव चान्तराच्छेदपदेन प्रत्यपादयमिति किमिति नावबुध्यसे? पर्यायविपरिणामस्तु पर्यायिण एव विपरिणामादिति किमसङ्गतम् ?
દીકાર્ય :- ‘મસ્થિતિ’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, કર્મની સ્થિતિવિશેષ બંધાવામાં કોણ હેતુ છે? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, કષાયવિશેષ જ સ્થિતિવિશેષનો હેતુ છે એ પ્રમાણે જાણ. કેમ કે સ્થિતિ અને અનુભાગ=રસ કષાયથી થાય છે એ પ્રમાણે વચન છે.
“તુથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તો પણ પ્રાયશ્ચિત્તાદિથી દીર્ઘકર્મસ્થિતિનો નાશ જ થાય છે, બીજુ શું અપવર્તન હોઇ શકે? તેનો ઉત્તર ગ્રથંકાર આપે છે કે, હેતુવિશેષથી અખંડ એવી કર્મસ્થિતિનું ખંડસાત્ સંપાદન જઅપવર્તન છે. અર્થાત્ અખંડ એવી કર્મસ્થિતિને હેતુવિશેષથી નાના ટૂકડારૂપે કરવી એ જ અપવર્તન પદાર્થ છે, મને આ જ વાત ‘અન્તરાછેદ'પદથી અમે જણાવી ગયા છીએ, એ પ્રમાણે કેમ તું સમજતો નથી?
`સ્થિત્યનુમાનું હ્રષાયત: રોતિ ।