________________
. ૪૯૪ .. ... અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા ૧૦૧, અસિદ્ધિ કરી, તે જ રીતે તે તે આત્મામાં થનારાં જે જન્ય કાર્યો છે તેના પ્રતિ યદ્યપિ કર્મ કારણ છે તો પણ, તેને કારણ ન માનતાં તે તે આત્માને કારણ માની લઇએ, અથવા તો વિશેષ કરીને તે આત્મામાં વર્તતા પ્રાગભાવને કારણ માની લઇએ, તો દૈશિક અતિપ્રસંગ પ્રાપ્ત થાય નહિ; અને કાર્ય-કારણભાવની સંગતિ થઈ જાય, તેથી કર્મને માનવાની આવશ્યકતા રહે નહિ, આ રીતે કર્મના જ ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં વિશેષ એ છે કે, કર્મને નહિ માનવા પ્રત્યે જે કાર્ય-કારણભાવ બતાવેલ છે, ત્યાં “ચંતનાત્મસમવેતવાવચ્છિન્ન પ્રતિ કહ્યું એમાં, “ગ' વિશેષણ એટલા માટે જરૂરી છે કે જેમ આત્મામાં સમવાય સંબંધથી સુખ-દુઃખાદિ કાર્ય પેદા થાય છે, તેમ આત્મામાં સમવાય સંબંધથી નિત્ય જ્ઞાનાદિ અન્ય પરિણામ પણ હોય છે. તેની વ્યાવૃત્તિ માટે “ચ પદનું ગ્રહણ કરેલ છે.
ચમતત્વાછિન્નતિ એટલું જ ગ્રહણ કરીએ અને તેના પ્રહણ ન કરીએ તો, સર્વ સંસારી જીવોનાં કાર્ય ગ્રહણ થાય. તેથી તાત્ય વૃત્તિ કહેલ છે, અર્થાત્ “જન્ય તાદાત્મવૃત્તિ સમવેત' કાર્યોનું ગ્રહણ કરેલ છે. તેનાથી એક જ વ્યક્તિમાં સમવાય સંબંધથી પેદા થતાં સુખદુઃખાદિ કાર્યોનું ગ્રહણ થાય છે. . આ રીતે જન્યતદાત્મવૃત્તિસમવેતવાવચ્છિન્ન કાર્ય પ્રતિ અર્થાત્ જન્ય સુખદુઃખાદિ કાર્ય પ્રતિ તે આત્માને હેતુ માનવાથી, દૈશિક અતિપ્રસંગનો ભંગ થાય છે. તે આ રીતે- જે આત્મામાં સુખ-દુઃખાદિ કાર્ય પેદા થાય છે તે જ આત્મા તદાત્મત્વેન કારણ છે એમ કહેવાથી, અન્ય આત્મારૂપ દેશમાં અતિપ્રસંગ આવતો નથી.
અહીં ગચંતિલાત્મિસમવેતવાવચ્છિન્ન પ્રતિ તલાટ્યત્વેનો હેતુ કહેલ છે તે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કહેલ છે, અને કચતિવાભિમવેતવાવચ્છિન્ન પ્રતિ વિશેષ કરીને પ્રાગભાવને હેતુ કહેલ છે તે પર્યાયાસ્તિકનયને સામે રાખીને કહેલ છે. કેમ કે પ્રાગભાવ એ કાર્યને અનુકૂળ જીવની યોગ્યતા છે, જે ભાવસ્વરૂપ છે અર્થાતું : આત્માના પર્યાયસ્વરૂપ છે. વિશેષ્ય પ્રમાવાસ્ય હેતુનયા' એમ કહ્યું, અર્થાત્ વિશેષ કરીને પ્રાગભાવની હેતતા છે એમ કહેવાથી. જે વ્યક્તિમાં સુખ-દુઃખાદિ કાર્ય પેદા થાય છે તે વ્યક્તિનો પ્રાગભાવ ગ્રહણ થશે. અન્ય વ્યક્તિનો પ્રાગભાવ ગ્રહણ નહિ થાય, તેથી દૈશિક અતિપ્રસંગ નહિ આવે અને કાર્ય-કારણભાવ સંગત થશે.
આ રીતે જ તદાત્મવૃત્તિસમવેત કાર્યો પ્રતિ તદાત્મત્વેન કારણ કહેવાથી અથવા વિશેષ કરીને પ્રાગભાવને કારણ કહેવાથી, દૈશિક અતિપ્રસંગનો ભંગ થવાને કારણે કર્મના જ ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે.
તે આ રીતે - તે આત્મામાં પેદા થતા સુખ-દુઃખ પ્રતિ તે આત્મા અથવા તે આત્મામાં રહેલો પ્રાગભાવ કારણ છે તેથી સુખ-દુઃખના કારણ તરીકે કર્મને માનવાની જરૂર રહેતી નથી.
વસ્તુતઃ જેમ આત્મામાં પેદા થતાં સુખ-દુઃખ પ્રત્યે તે આત્મા કારણ છે, તેમ જ્યારે તે સુખદુઃખ પેદા થાય છે ત્યારે તે કર્મનો ઉદય પણ કારણ છે; તેથી જ કાલનિયમ થાય છે. છતાં પૂર્વપક્ષી જેમ બંધાયેલાં કર્મમાં સ્થિતિનો અપલાપ કરીને તત્પણથી જ સગતિ કરે છે, તેમ જીવમાં થતાં સુખદુઃખની પણ સંગતિ જે ક્ષણમાં સુખદુઃખ થાય છે તે ક્ષણને જ નિયામક માનવાથી થઈ શકે છે. તેથી કર્મને માનવાની જરૂર રહેતી નથી.
ટીકા ન થાત–ઢ વસ્તુનો રીસ્થિતિ, ગઢવત્નીયરીતિ વાત્સ્યાયૅવરીસ્થિતિ¢¢ इति चेत्? सत्यं, तथापि दाादाद्ययोरेव विशेषाधीनत्वात्। दादादाढ्ये स्थितिविशेषरूपे एवेत्यन्ये।