________________
૪૯૨
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૦૧
•
•
•
•
ભાવાર્થ -પૂર્વપક્ષીને એ કહેવું છે કે, આત્માની સાથે કર્મનો સંબંધ થાય છે અને પ્રાયશ્ચિત્તાદિથી તે કર્મનો નાશ થઇ શકે છે, જેમ દંડાદિથી ઘટનો નાશ થઈ શકે છે, પરંતુ સ્થિતિ નામનો કોઈ પદાર્થ નથી કે જેનો નાશ કરી શકાય. જેમ ઘટ નામનો પદાર્થ અમુક કાળ સુધી પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તેમ કર્મરૂપ પદાર્થ અમુક સમય સુધી પોતાનું ફળ બતાવે છે, તે રૂપ કાળની સાથે સંબંધિત સ્થિતિ નામનો પદાર્થ છે. તેથી પ્રાયશ્ચિત્તથી તે સ્થિતિનું અપવર્તન સંભવે નહિ, પરંતુ કર્મનું અપવર્તન=નાશ, થઈ શકે. પૂર્વપક્ષીના આ કથનના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે- કોઇક કર્મનો ભોગ સો વરસનો તો કોઈકનો હજાર વર્ષનો ભોગ હોય છે, તેથી એ નક્કી થાય છે કે જેમ આત્મા અધ્યવસાયથી કર્મ બાંધે છે, તેમ અધ્યવસાયવિશેષથી તે કર્મમાં તેટલા કાળ સુધી વિપાક આપવાને અનુકૂળ કોઈ પરિણામવિશેષ પેદા કરે છે, તે જ સ્થિતિ વિશેષ છે. અને તે સ્થિતિ વિશેષ જ કાળમર્યાદાનું નિયામક છે. તેથી તે સ્થિતિનું કર્મથી અતિરિક્તપણું છે. માટે પ્રાયશ્ચિત્તથી સ્થિતિનો નાશ થઈ શકે છે. તેથી સ્થિતિનું અપવર્તન ન થઈ શકે એ પૂર્વપક્ષીનું કથન અયુક્ત છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષીના કથન પ્રમાણે જગતમાં પ્રસિદ્ધ એવો દિવસ-રાત્રિરૂપ કાળ છે, તેની સાથે સંબંધરૂપ જ સ્થિતિ છે; પરંતુ સ્થિતિ નામનો કોઈ અતિરિક્ત પદાર્થ નથી. માટે સ્થિતિનું અપવર્તન ના થાય, પણ પ્રાયશ્ચિત્તથી કર્મનો નાશ થઈ શકે. એવો તેનો આશય છે.
જ્યારે સિદ્ધાંતકારે એ કહ્યું કે, કર્મદલિકની અંદર જેમ કર્મદલિકથી અતિરિક્ત રસ નામનો પર્યાય પેદા થાય છે, તેમ સ્થિતિ નામનો પણ પર્યાય પેદા થાય છે, અને પ્રાયશ્ચિત્તના અધ્યવસાયથી તે સ્થિતિ પર્યાયને ઘટાડી શકાય છે. તેથી પ્રાયશ્ચિત્તથી સ્થિતિનું અપવર્તન માનવામાં કોઈ દોષ નથી..
નાથી વક્ષ્યમાણ કથન અપાસ્ત છે, અને પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે. જો પ્રાયશ્ચિત્ત ન કરવામાં આવે તો જે સ્થિતિ પોતાની નિષેકરચનાથી એ રીતે જ ગોઠવાયેલ હતી કે જે આગળના કાળમાં ઉદયમાં આવવાની હતી, તેવી દીર્ઘસ્થિતિનો નાશ કરે તેવું પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું તે જ દીર્ઘસ્થિતિનું હૃસ્વીકરણ છે એમ કોઇ કહે છે તે અપ્રસિદ્ધ છે. તેને ગ્રંથકાર કહે છે કે પૂર્વના કથનથી આ પૂર્વપક્ષીનું કથન અપાસ્ત છે. તેમાં હેતુ કહે છે કે અમે પ્રાયશ્ચિત્તના આચરણને હૃસ્વીકરણ કહેતા નથી પરંતુ લાંબી કર્મની સ્થિતિને વચમાંથી છેદી નાખવી તે હૃસ્વીકરણ છે. અને તે સ્થિતિ કર્મથી અતિરિક્ત છે તેથી જ તેનો છેદ થઇ શકે
ટીકાર્ય -“મપવર્તનીયાયાઃ'- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અપવર્તનીય સ્થિતિના દીર્ઘત્વમાં શું પ્રમાણ છે? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. તો ગ્રંથકાર કહે છે કે તથાવિધ અધ્યવસાયથી પ્રસૂતપણું = ઉત્પન્નપણું, હોવાથી અપવર્તનીય સ્થિતિનું દીર્ઘપણું છે એ પ્રમાણે જાણ.
ભાવાર્થ - કોઈ વ્યક્તિએ પાપનું આચરણ કર્યું અને તેનાથી તેણે અશુભકર્મની દીર્ઘ સ્થિતિ બાંધી હોય, ત્યારપછી ' પ્રાયશ્ચિત્તથી તેનું અપવર્તન કર્યું હોય તેવા સ્થળમાં તે કર્મનો અનુભવ અલ્પસ્થિતિરૂપે થાય છે. તેથી પૂર્વપક્ષી કહે છે કે, અપવર્તનીય સ્થિતિનું દીર્ઘપણું છે–દીર્ઘ બાંધી છે, તેમાં કોઈ પ્રમાણ નથી. કેમ કે સ્થિતિનો જેવો અનુભવ થાય છે, તેવી સ્થિતિ પૂર્વે બાંધી હતી તેમ કેમ ન કહી શકાય? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે તેના