________________
ગાથા - ૧૧
. ૪૯૦ ................. અધ્યાત્મમત પરીક્ષા તેની જ પુષ્ટિ ત્રણ વાર બતાવીને કરેલ છે.
ટીકાર્ય - અથાહરએ' આહારનો ભોગ ભક્ષણાદિક છે, વળી કર્મનો સ્વજન્ય કર્મજન્ય, સુખ-દુઃખમાંથી અન્યતરનો સાક્ષાત્કાર કરવો એ ભોગ પદાર્થ છે, એથી કરીને બેમાં વિશેષ છે=ભેદ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કરે તો ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે કે એ પ્રમાણે ન કહેવું. કેમ કે કર્મદ્રવ્યની જેમ નોકર્મદ્રવ્યનું પણ અર્થાત્ આહારના પુદ્ગલોનું પણ, આત્મસાત્ પરિણામનું જ પ્રદેશ ભોગપણું છે અને સુખદુઃખનું વિપાકફલપણું છે.
ભાવાર્થ-આહારના ભાગમાં આહારને ગ્રહણ કરવા રૂપ ભોગ છે; જ્યારે કર્મના ભોગમાં કર્મનું ગ્રહણ કરવું એ ભોગ નથી, પરંતુ કર્મ પોતાના ફળને આપીને આત્માથી છૂટું થાય તે રૂ૫ ભોગ છે. તેથી તમારા મત પ્રમાણે દષ્ટાંતની વિષમતા છે. આ પ્રમાણે પૂર્વપક્ષીને કહેવું છે.
અહીં પૂર્વપક્ષીના કથનનું વિશેષ તાત્પર્ય એ છે કે, પૂર્વમાં સિદ્ધાંતકારે કહેલ કે, ધાન્યરાશિના ભોગની જેમ પ્રદેશાનુભવરૂપ પણ કર્મનો ભોગ આવશ્યક છે, ત્યાં પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, આહારના ભાગમાં અને કર્મના ભોગમાં ઘણો તફાવત છે, તેથી આહારના ભોગનું દષ્ટાંત આપીને કર્મનો પ્રદેશાનુભવરૂપ ભોગ આવશ્યક છે એ વચન સંગત નથી. તેને ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે કહેવું બરાબર નથી. તેમાં જર્મદ્રવ્યચ્ચેવ ... વિપાપનત્વા' હેતુ કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, નોકર્પદ્રવ્યરૂપ આહારપુગલોને ગ્રહણ ક્ય પછી તેનું જે ધાતુરૂપે રૂપાંતર થાય છે, તે શરીરની સાથે આત્મસાત્ પરિણામ છે; અને તે જ તેનો પ્રદેશભોગ છે. અને કર્મદ્રવ્યનો આત્મસાત્ પરિણામ એ છે કે, જીવ કર્મ બાંધે છે ત્યારપછી અબાધાકાળ પૂર્ણ થયા પછી જે રૂપાંતર અવસ્થાને અર્થાત્ ઉદયપર્યાયને પામે છે, કે જે આત્માને પોતાનું ફલ બતાવવા અભિમુખ છે, તે જ કર્મનો પ્રદેશભોગ છે; અને તેનાથી જન્ય સુખદુઃખરૂપ ફળ આત્મામાં થાય છે તે કર્મનું વિપાકફળ છે. અને નોકર્પદ્રવ્યનો પણ આહારાદિ ગ્રહણ કર્યા પછી તે પુદ્ગલોકત અનુગ્રહ કે ઉપઘાત થવાને કારણે જે સુખ-દુઃખનો અનુભવ થાય છે, તે વિપાકફળ છે. તેથી કર્મદ્રવ્ય અને નોકર્પદ્રવ્ય તે બંનેમાં સમાનતા છે, માટે દષ્ટાંતની સંગતિ થાય છે.
ટીકાર્ય - સતાવ' આથી કરીને જ કર્મદ્રવ્યની જેમ નોકર્મદ્રવ્યનું પણ આત્મસાત પરિણામનું જ પ્રદેશ ભોગપણું છે આથી કરીને જ, ધાન્યપ્રદેશની જેમ કર્મપ્રદેશો પણ ભોગવાયાં છતાં જ ધાન્યપરિણામની જેમ કર્મપરિણામનો ત્યાગ કરાતાં છતાં ક્ષીણ થયાં એ પ્રમાણે કહેવાય છે. વળી જેમ ભસ્મકરોગથી જનિત જઠરમાં પેદા થયેલા અગ્નિના ઉદ્ભૂત સ્પર્શમાં ધાન્યને બાળી નાંખે તેવા પ્રકારના આવિર્ભાવ થયેલા જઠરાગ્નિના દાહરૂપ સ્પર્શમાં, ભુજયમાન આહારના રસનો જેમ નાશ થાય તેમ કર્મોનો રસ અધ્યવસાયવિશેષથી હણાય જ છે. ‘ગત વર આથી કરીને જ=અધ્યવસાયવિશેષથી કર્મોનો રસ હણાય જ છે આથી કરીને જ, પ્રસન્નચંદ્રાદિને સાતમી નરક યોગ્ય અશાતાવેદનીયના પ્રદેશાનુભવમાં પણ તથાવિધ દુઃખનો પ્રસંગ નથી.
ભાવાર્થ - તાવ જેમ ધાન્ય પ્રદેશો ખાવાથી ધાન્ય પરિણામનો ત્યાગ થાય છે, માટે જ ધાન્ય નાશ પામ્યું એમ કહેવાય છે, તે જ રીતે કર્મપ્રદેશો પણ જ્યારે કર્મપરિણામનો ત્યાગ કરે છે ત્યારે ક્ષીણ થાય એમ કહેવાય છે. અને તે કર્મપરિણામનો ત્યાગ કર્મના ભોગથી જ થાય છે. તે ભોગ કેવલ પ્રદેશભોગરૂપ હોય કે ફલસહિત પ્રદેશ ભોગરૂપ