________________
ગાથા -૯૮.. . અધ્યાત્મમત પરીક્ષા..
૪૬૫ કેવલી જુએ છે એ વસ્તુ શ્વેતાંબરોને પણ માન્ય છે; માત્ર કેવલી જેમ જુએ છે તેમ કાર્ય થાય છે, તેથી કેવલીનું કેવલજ્ઞાન તે કાર્યનો નિયતા છે એમ જે પૂર્વપક્ષી કહે છે તે શ્વેતાંબરોને માન્ય નથી. પરંતુ કારણસામગ્રીને આધીન કાર્ય થાય છે અને કેવલી પણ જે પ્રકારે જે કારણથી કાર્ય થાય છે તે જ પ્રકારે તે જુએ છે એ શ્વેતાંબરોને માન્ય છે. ઉત્થાન :- પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવાનની સ્વભાવથી જ સ્થાન-નિષઘાદિમાં પ્રવૃત્તિ થાય છે, તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - ' (માત્ર) સ્વભાવમાં જ કારણપણું નથી, એથી કરીને અજ્ઞપ્રલાપના નિરાસના પ્રયાસ વડે સર્યું.
તે' - આનાથી=પૂર્વમાં કહ્યું કે સ્વભાવમાં જ કારણપણું નથી આનાથી, વક્ષ્યમાણ કથન પણ વ્યાખ્યાત થયું. તે કથન આ પ્રમાણે છે- કેવલીને જ્યારે જે ક્ષેત્ર સ્પર્શ કરવા યોગ્ય છે ત્યારે તેનું સ્પર્શન સ્વભાવથી જ થાય છે, આ પ્રકારે (પૂર્વપક્ષીનું) કથન પણ વ્યાખ્યાત=નિરાકરણ, કરાયું.
સ્વભાવ ઇવ'માં અાવકારથી અન્યમાં કારણપણાનો વ્યવચ્છેદ પૂર્વપક્ષી કરે છે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે માત્ર સ્વભાવમાં જ કારણપણું નથી, પરંતુ જેમ સ્વભાવમાં કારણપણું છે, તેમ અન્ય કારણોમાં પણ કારણપણું છે. તેથી ભગવાનની સ્થાન-નિષદ્યાદિની પ્રવૃત્તિ છે તેના પ્રતિ તેવા પ્રકારનો તેમનો સ્વભાવ છે તેમ તેમના પ્રયત્ન આદિ પણ કારણ છે. તેથી સ્વભાવમાત્રને કારણરૂપે કહેનાર દિગંબરવચન અશપ્રલાપરૂપ છે તેથી તેના નિરાસના પ્રયત્નથી સર્યું.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે કાયપ્રયત્નાદિક વિના જ ભગવાનને સ્થાન-નિષદ્યાદિક સ્વભાવથી થાય છે, ત્યાં સ્વભાવથી થાય છે. તેના બે અર્થ કર્યા. તેમાં પ્રથમ વિકલ્પ કારણ વિના જ, એવો પાડ્યો. તેનાથી એ પ્રાપ્ત થયું કે કારણ વગર જ અઘાતી કર્મવાળા કેવલીઓનો એવો સ્વભાવ છે કે તેનાથી જસ્થાન-નિષદ્યાદિ ક્રિયા નિયતદેશમાં અને નિયતકાળમાં થાય છે. તે અર્થ પ્રમાણે દિગંબરોને બૌદ્ધમતમાં પ્રવેશ થવાનો પ્રસંગ આવવાથી તેના નિરાકરણરૂપે દિગંબરે સ્વભાવનો વિશેષ અર્થ કર્યો કે, જે પ્રમાણે કેવલીએ જોયું છે તે જ પ્રમાણે કાર્ય થાય છે એવો જ તેમનો સ્વભાવ છે. પરંતુ સ્વભાવનો આવો વિશેષ અર્થ કરવા જતાં કેવલીમાં દેશકાલના નિયમની સંગતિ થાય તો પણ સર્વત્ર તે પ્રમાણે જ માની લેવાનો પ્રસંગ આવે. તેથી સ્વભાવથી અતિરિક્ત કારણમાત્રના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી પ્રથમ વિકલ્પને છોડીને પૂર્વપક્ષી દિગંબર “સ્વભાવથી નો બીજો અર્થ કરે છે કે, દષ્ટજાતીય કારણ વગર સ્વભાવથી જ કેવલીને સ્થાન-નિષદ્યાદિ ક્રિયા થાય છે.=કેવલીનો તેવો સ્વભાવ છે માટે સ્થાન-નિષદ્યાદિ ક્રિયા થાય છે. દષ્ટજાતીય એવી ઇચ્છા-પ્રવૃત્તિરૂપ કોઈ કારણ કેવલીની ક્રિયામાં નથી, પરંતુ અદૃષ્ટ એવું કર્મરૂપ કારણ છે, તેથી જે પ્રકારનું અદષ્ટરૂપ કારણ છે તે પ્રકારની જ સ્થાનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી કેવલીમાં સ્થાનાદિને અનુકૂળ કોઈ પ્રયત્ન કે ઇચ્છા નથી, આથી જ કેવલીને કર્મબંધ થતો નથી. આ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
A