________________
૪૬, , , , , , , • • • • • •
અધ્યાત્મમપરીક્ષા....
ગાથા -૯૮ ભાવાર્થ તાત્પર્ય એ છે કે જેમ કેવલીની પ્રવૃત્તિ સ્વભાવથી થાય છે, તેમ ઘટની ઉત્પત્તિ પણ ઘટનો તેવો સ્વભાવ હોવાથી થાય છે, જે કેવલીએ જ્ઞાનમાં જોયો છે. તેથી ઘટના દેશ અને કાલનો નિયમ યદ્યપિ કેવલજ્ઞાનથી થઈ જશે, પરંતુ કેવલીએ એ પણ જોયું છે કે ઘટની ઉત્પત્તિ દંડાદિથી જ થવાની છે તેથી ઘટોત્પત્તિમાં દંડાદિ પણ કારણ છે, માટે ઘટના અર્થીની દંડાદિમાં પ્રવૃત્તિ અનુપપન્ન નહિ થાય. “અથ' થી પૂર્વપક્ષીએ જે કથન કર્યું તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય “હિં - તો પછી તેનેeઘટને, તેની અપેક્ષા=દંડની અપેક્ષા, સિદ્ધ થયે છતે તે પ્રકાર=દંડથી ઘટ પેદા થાય છે તે પ્રકારે, (કેવલજ્ઞાનમાં) જ્ઞાનવિષયિતા છે, અને તે સિદ્ધ થયે છd=(કેવલજ્ઞાનમાં) જ્ઞાનવિષયિતા સિદ્ધ થયે છતે, તદ્અ પેક્ષા=ઘટને દંડની અપેક્ષા, છે, આ પ્રકારનો પરસ્પર આશ્રય પ્રસંગ આવશે=અન્યોન્યાશ્રયદોષ આવશે. ભાવાર્થ-તાત્પર્ય એ છે કે ઘટને દંડની અપેક્ષા છે એવું સિદ્ધ થયે છતે જ કેવલજ્ઞાનમાં તે પ્રકારની વિષયિતા પ્રાપ્ત થાય, એટલે કે કેવલીને તેનું જ્ઞાન થાય કે દંડથી જ ઘટ ઉત્પન્ન થશે, અને કેવલીના જ્ઞાનમાં તેવો નિર્ણય થાય તો જ એમ કહી શકાય કે ઘટ પ્રતિ દંડ કારણ છે, કેમ કે પૂર્વપક્ષીએ કહ્યું કે જે પ્રમાણે કેવલીએ જોયું છે તે પ્રમાણે વસ્તુ થાય તેવા પ્રકારનો સ્વભાવવાદ છે. કેવલીએ દંડાદિની અપેક્ષાએ જ ઘટાદિની ઉત્પત્તિ જોઈ છે માટે તે દંડાદિ ઘટાદિ પ્રત્યે કારણ છે, તેથી કેવલીના જ્ઞાનથી ઘટાદિ પ્રત્યે દંડાદિ કારણ છે એવો નિર્ણય થાય, તો જ તેમાં કારણતા સિદ્ધ થાય, અને તેવી કારણતા સિદ્ધ થાય તો જ કેવલીને તેવું જ્ઞાન થાય, આ પ્રમાણે અન્યોન્યાશ્રયદોષ પ્રાપ્ત થાય છે.
ટીકાર્થ ‘ત 'ઋતે કારણથી=પૂર્વપક્ષીની પૂર્વોક્ત માન્યતાથી જે અન્યોન્યાશ્રયદોષ આવે છે તે કારણથી, જ્ઞાનવિષયતાના અંતર્ભાવવડે ઘટ પ્રત્યે દંડની કારણતા નથી, પરંતુ અન્વય-વ્યતિરેક દ્વારા કારણતા છે.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે તો પછી જગતમાં કેવલીએ જોયું છે તે પ્રમાણે વસ્તુ થાય એવો નિયમ રહેશે નહિ, તેથી કહે છે
ટીકાર્ય તથા' - તે પ્રકારે જ્ઞાનવિષયતાના સ્વભાવપણાને અમે વારતા નથી.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે કેવલીના કેવલજ્ઞાનનો તે રીતે વિષય થવાથી ઘટ પ્રતિ દંડકારણ છે તેવું નથી, પરંતુ ઘટની ઉત્પત્તિ પ્રત્યે દંડનો અન્વય-વ્યતિરેક છે, તેથી ઘટ પ્રતિ દંડ કારણ છે. આનાથી એ પ્રાપ્ત થયું કે કાર્ય પ્રત્યે કેવલીનું કેવલજ્ઞાન કારણ નથી, પરંતુ જે કાર્ય અને કારણની વચમાં અન્વય-વ્યતિરેક છે તે કાર્ય પ્રત્યે કારણ છે. તથા જ્ઞાનવિષયતાના સ્વભાવપણાને અમે વારતા નથી એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, વસ્તુમાં કાર્ય-કારણભાવ અન્વય-વ્યતિરેકને કારણે છે, અને તે જ પ્રકારે કેવલજ્ઞાનની વિષયતાનું સ્વભાવપણું દંડ અને ઘટમાં છે એમ અમે પણ માનીએ છીએ, એ પ્રમાણે શ્વેતાંબરો કહે છે. અર્થાતુ દંડાદિ સામગ્રીથી ઘટ ઉત્પન્ન થાય છે તે જ પ્રકા