________________
૨૪૨
કસ્તવ વિવેચનસહિત બાદ કરતાં એક બાર પ્રકૃતિએ બાકી રહે પણ ત્યાં નરકાનુપૂવને ઉદય નહિ હોવાથી એકસો અગીયાર પ્રકૃતિઓ હોય છે, કેમકે નરકાનુ પૂવીને ઉદય વક-વિગ્રહ ગતિવડે નરકમાં જતા જીવને હોય છે, પરંતુ સાસ્વાદન અવસ્થામાં કેઈ પણ જીવ નરકમાં જાતે નથી, માટે સાસ્વાદનગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય પચીશ આયુષ ચાર, નામકર્મ એગણસાડ, નેત્રકમ બે અને અન્તરાયકર્મ પાંચ-સર્વમળીને ઉદયમાં એક અગીયાર પ્રકૃતિએ હેય છે.
હવે સાસ્વાદનગુણસ્થાનકે અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા, લાભ, સ્થાવરનામકર્મ, એકેન્દ્રિય જાતિ અને વિક– દિન્ય-બેઇન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય જાતિ-એ નવ પ્રકૃતિએને વિચ્છેદ થાય છે, કારણ કે અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી સમ્યક્ત્વ હેતું નથી, તેમજ અનન્તાનુબી કષાયના ઉદયવાળે કેઈ પણ જીવ મિશ્રગુણસ્થાનકે જતું નથી. જેણે પહેલાં ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા કેઈ જીવને અનન્તાનુબીને ઉદય થાય તે તે સાસ્વાદને જાય છે. માટે અનન્તાનુબન્ધીના ઉદયમાં ઉપરના ગુણસ્થાનકે હોતા નથી, સ્થાવરનામ કમ અને એકેન્દ્રિય જાતિ એકેન્દ્રિયવડે દવા લાયક છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિયજાતિ વિકસેન્દ્રિયવડે વેદવા લાયક છે, અને ઉપરના ગુણસ્થાનકે તે સંજ્ઞી પંચેન્દ્રિયને જ હેવાથી ત્યાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજાતિ નામને ઉદય હેતું નથી. માટે ઉપરના ગુણ સ્થાનકે આ નવ પ્રકૃતિઓ ઉદયમાં હતી નથી.