________________
સુધી જ જીવ અને ઈશ્વરને ભેદ રહે છે. કર્મ મુક્ત થયા પછી જીવ ઈશ્વરરૂપ થાય છે. સર્વ આત્માએ તાવિક દકિટથી ઈશ્વર જ છે, કેવળ કર્મબંધનના કારણથી વિવિધ રૂપે દેખાય છે. - કર્મવાદની ઉપયોગિતા-જ્યારે મનુષ્ય ઈહલૌકિક કે પારલૌકિક કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેને કઈને કઈ વિજોની સામા અવશ્ય થવું પડે છે. એવી સ્થિતિમાં ઘણુ મનુષ્ય ચંચલ થઈ જાય છે અને ગભરાઈને અન્યને દૂષિત ઠરાવવાનો પ્રયત્ન કરે છે, તે વખતે બીજા તેને અનેક બાહ્ય શત્રુઓ પણ ઊભા થાય છે, અને તેને પ્રતિકાર કરવા તે પણ તૈયાર થઈ જાય છે, તેથી ચપલતા વધતી જાય છે, બુદ્ધિ અસિથર થઈ જાય છે અને તેનામાં ઉત્તરોત્તર વૈરભાવ વૃદ્ધિગત થાય છે. તેવા સમયે વિચારક મનુષ્યને કર્મને સિદ્ધાન્ત અત્યંત આશ્વાસન અને બોધ આપનાર થાય છે. તે વિચારે છે કે “આ વિદનેનાં બાહ્ય કારણે ભલે ગમે તે હોય પણ તેનું અંતરંગ કારણ બીજું જ છે, અને તે મેં જ પૂર્વે વાવેલું અને અનુકૂળ વૃત્તિઓ દ્વિારા અંકુરિત અને ફળવાળું થયેલું કર્મબીજ છે. ભલે તેનું ફળ મળવામાં ગમે તે વ્યક્તિ નિમિત્ત થાય.” આ રીતે તે પિતાના દોષને તપાસવા તરફ વળે છે અને બીજા તરફ તેને વૈરભાવ નાશ પામે છે. તથા તેની વૃત્તિ સ્વસ્થ થવાથી તેનામાં આત્મિક બળ પ્રકટ થાય છે. એ રીતે કર્મને સિદ્ધાન્ત સ્વદોષની ગવેષણા, પિતાની જવાબદારી અને