________________
[ ૮૦]
શ્રી અંતરિક્ષ વડેદરાવાસી પં. શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપ જોઈએ, કેમકે ભાવવિજયગણિવિરચિત શ્રીમતરિક્ષવાર્શ્વનાથમાગ કે જે અંતરિક્ષજીના ઈતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હેવા છતાં ઘણે ઘણા પ્રયત્ન કરતાં પણ કઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શક્યું નહતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જ્યારે જ્યારે દાર્શ નિક અધ્યયન અને સંશોધનમાં અમને કઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તક પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકેચે તેમણે પૂરાં પાડ્યાં છે. આ તેમનું સૌજન્ય જ છે.
આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિથી યથાશક્તિ યથામતિ રોધ કરીને આ તીર્થને ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જે અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ.
અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાપ્ત કરીએ છીએ.–દૂર રો રાત પાણી મવડુકર , વાવ यश कहे दासकुं दीजे परमानंदा ॥ मेरे साहिब तुम ही हो प्रभु पार्श्वजिणंदा ॥