SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ [૪૧] હાથે જ થયું છે. વેતાંબરની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે. આકોલા કોર્ટના ન્યાયાધીશ R. V. Paranjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મૂર્તિને વેતાંબરી જ ઠરાવી છે. જુઓ – Thus all this printed matter which originated from the Shwetambar writers show that the idol was a Shwetambar one and not Digambar. આ તીર્થમાં પૂજા વગેરે કરવા માટે જૂના વખતમાં આપણું લેઓએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પલકને નામે ઓળખાય છે. મંદિરમાં જના વખતથી પેઢી પણ રહેતી હતી અને ચેપડા તથા આંગી, ચક્ષુ, ટકા વગેરે આભૂષણે પણ રહેતાં હતાં. વિ. સં. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચેપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરામાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકે તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખદેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર(વરાડ)ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા હોંશીલાલ પાનાચંદ, શા. હોંશીલાલ વલલભદાસ, તેમના ચિરંજીવ શા. પંજાસા હૌશીલાલ તથા તેમના ચિરંજીવ શા. કિમનચંદ પુજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા હીરાચંદ ખેમચંદ રધુનાથદાસ, ધુલીયાના શા. સખારામ દુલભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકે મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા.
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy