SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્વનાથ [૧૩] રૂ તથા સ્ત્રી પણ કહે છે) નામનો જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યું હતું. આ જોતાં આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિવાણ પછી ઘણ કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે, એમ લાવણ્યસમયજીના કથન ઉપરથી અનુમાન થઈ શકે છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણના કથનથી પણ સમર્થન થાય છે. ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે “આ તીર્થની સ્થાપના વિ. સં. ૧૧ર ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજયમુહૂર્તમાં એલપુર નગરના શ્રી પાલ અપરનામ એલચ રાજાની વિનંતિથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમયજી પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ (અથવા રૂચ) રાજાનું નામ આવે છે. લાવણ્યસમયજીના છંદથી અંતરિક્ષજીના ઇતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સેમધર્મગણિજીના કથન પ્રમાણે આ રાજા અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલાં છે. આ સિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સેમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયજીના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક જ છે. મુખ્ય બનાવે અને નામે વગેરે એક જ છે. શ્રી ભાવવિજ્યજી ગણિરચિત श्री अन्तरिक्षपार्श्वनाथस्तोत्र આ પછી તપાગચ્છાધિપતિ આ. શ્રી વિજયદેવસૂરિમહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી ગણિએ સંસ્કૃતભાષામાં રચેલા ૧૪૫
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy