________________
[૧૨]
શ્રી અંતરિક્ષ જે હકીકત આપી છે, તે આ ઉપદેશસપ્તતિમાં બિલકુલ નથી. તેમજ બીજા કેઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી.
કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ
પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ની અક્ષયતૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષપાશ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે. આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમાં વર્ણનાત્મક તેમ જ અલંકારા ત્મક ભાગ ઘણે છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સેમધર્મ ગણિજીએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપ્રભસૂરિજી અને શ્રી મધર્મગણિએ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીએ રાવણના બનેવી ખરે દૂષણ રાજાનું નામ આપ્યું છે. (લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજાં તમામ લખાણોમાં પણ પ્રદૂષણ રાજાનું જ નામ જોવામાં આવે છે.)
બીજે એક ખાસ મહત્વનો ભેદ એ છે કે-અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાયક દેવે વિગઉઠ્ઠી (ગેલિ) નગરના શ્રીપાલ રાજાને “ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે હકીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી મધમગણિજીએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદેવ રાજાનું નામ આપ્યું છે. અને “ભાવિતીર્થકર એવે ઉલેખ નથી. એલચપુર નગર વરાડ (વિદર્ભ) દેશમાં ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. વરાડના ઐતિહાસિકેની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે રૂઝ (આને જ