________________
પાશ્વનાથ
[૭] આ વામાનંદનકેરા દર્શન કરવા સહુ આવે, પૂજન ભજન કરીને લેજે માનવ જન્મતણે હા, તારણતરણ ભવિકજનના એ અન્ય ન દીસે આ જગમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૯ શ્યામસુંદર મૂર્તિ અલૌકિક ફણિધર શિર પર છત્ર ધરે, અર્ધ કરી પદ્માસન બેઠા ભક્તજનેના ચિત્ત હરે સફલ ગણે નિજ નેત્ર ભક્તજન દર્શન કરી પ્રભુ પાસતણું, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૧૦ મુકુટ કુંડલાલંકૃતિથી મુખમંડલ રત્ન તિલક સેહે, સ્વર્ણઘટિત મણિ મુક્તાફલના હાર કંઠમાં મન મેહે બાલેન્દુ નતમસ્તક થઈને ભાવે ગાવે ગુણ જિનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૧૧
–શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર