________________
[૬]
શ્રી અંતરિક્ષ ભજતા જેને નેત્ર ઉઘાડે બંધન તૂટે બંદીતણા, પુત્રપૌત્રની આશા પૂરે દુ:ખ મટે રેગી જનના ભક્તોનું દારિદ્રય નિવારે મનવાંછિત પૂરે સહના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૩ દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભક્તમધુપ ગુંજારવ કરતા દેડી આવે જંસ પદમાં; મન આનંદ ન મા જતાં મુખ પ્રમુદિત થાએ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહર|. ૪ દૂષિત જાણી ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, જગજન દુ:ખે નિવારવાને અવતરિયા છે એહ વિભુ; પાપીજન ઉદ્વરે પ્રભુના પ્રભાવથી આ અવનીમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા૫ વિવિધ નામધારી બહુ દેશે પૂજાએ પારસ દેવા, પર્શ થતાં જસ સુવર્ણ થાએ ભક્ત-લેહ ફળતી સેવા; એવા પ્રભુના નામ ઘણું છે ભક્ત ઘણું દેવેંદ્રતા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૬ પરદુષણ રાજાએ નિમીં ભાવી જિનની એ પ્રતિમા, કેઈક વત્સરે જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમાં ઇલ નૃપતિએ ભાવભક્તિથી લાવી અદ્ભુત એ રથમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૭ શંકા જાગી નૃપતિ ચિત્તમાં સ્થિર થયા પ્રભુ શ્રીપુરમાં, મંદિર બાંધ્યું મનમાં રાખી ગર્વ ન બેઠા પ્રભુ એમાં સંઘે બાંધ્યું સુંદર મંદિર ભૂગર્ભે કીધી રચના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૮