________________
(૧) જૈન ધર્માવલંબીઓ વિરુદ્ધ શરૂ થયેલાં સંહારપરક શૈવ અભિયાનોથી પૂર્વે, દક્ષિણ ભારતમાં જૈનોની સંખ્યા એક તૃત્યાંશ અથવા તેનાથી પણ પર્યાપ્ત માત્રામાં વધારે હતી. જૈન ધર્મ એ વખતે રાજવંશોનો પરમપ્રિય રાજધર્મ હોવાની સાથે સાથે પ્રજાના મોટાભાગના વર્ગોનો પણ લોકપ્રિય ધર્મ હતો. જ્યાં સુધી જૈન ધર્મનું વર્ચસ્વ રહ્યું, રાજા-પ્રજાના દરેક વર્ગો દ્વારા જનકલ્યાણનાં અગણિત કાર્ય થતાં રહ્યાં. દેશ દરેક રીતે સુખી અને સમૃદ્ધિશાળી રહ્યો.
(૨) સંહારાત્મક શૈવ અભિયાનોના પરિણામ સ્વરૂપ ઈસાની સાતમી શતાબ્દીથી લઈ પંદરમી-સોળમી સદી સુધીની લગભગ ૯૦૦ વર્ષોની સમયાવધિમાં જૈનોનો જે રીતે સામૂહિક સ્વરૂપે સંહાર અને ધર્મપરિવર્તન કરવામાં આવ્યું તેની કલ્પના પણ થાય તેમ નથી.
(૩) જો વિજયનગરના મહારાજા બુક્કરાયે ઈ.સ. ૧૩૬૮માં જૈન ધર્માવલંબીઓને ન્યાયપૂર્ણ રક્ષણ ન આપ્યું હોત તો સંભવતઃ કર્ણાટકમાં વર્તમાનકાળમાં જૈનોની જે થોડી-ઘણી સંખ્યા છે તે પણ ન હોત.
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
Fo