________________
વિ. સં. ૧૪૮૮ સુધી દક્ષિણ કર્ણાટકમાં જૈનોની જનસંખ્યા ઘણી હતી અને જનસામાન્યથી લઈ શાસકવર્ગ પર એમનો સર્વાધિક પ્રભાવ હતો. વિક્રમની પંદરમી સદીના અંતિમ દશકમાં દક્ષિણી કર્ણાટકમાં વિદ્યાનગરના જૈન ધર્માવલંબી સામતરાજ વીર પાડ્યના ઉત્તરાધિકારીઓએ લિંગાયત સંપ્રદાયના અનુયાયી બનીને ધર્મોન્માદથી વશીભૂત થઈને દક્ષિણી કર્ણાટકથી જૈન ધર્મને નષ્ટ કરવાના લિંગાયતોના અભિયાનનું નેતૃત્વ લીધું.
આ રીતે ઈસાની બારમી શતાબ્દીના તૃતીય અથવા ચતુર્થ દશકમાં જૈન ધર્માવલંબીઓ વિરુદ્ધ જે ધર્મોન્માદનું તાંડવ નૃત્ય આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં શરૂ થયું, એનું અંતિમ ચરણ ઈસાની પંદરમી સદીના અંતમાં સમાપ્ત થયું. જૈનોના અસ્તિત્વને ખતમ કરવા લિંગાયતો દ્વારા શરૂ થયેલું આ હિંસાત્મક અભિયાન લગભગ ચારસો વર્ષ સુધી ચાલતું રહ્યું. અંતે ચારસો વર્ષના હિંસક વાતાવરણના પરિણામ સ્વરૂપે આંધ્રપ્રદેશમાં જૈનોનું અસ્તિત્વ પૂર્ણતઃ સમાપ્ત થઈ ગયું.
ઉપર જણાવ્યા મુજબનાં ઐતિહાસિક તથ્યોને પરિપ્રેક્ષ્યમાં વિચાર કરતાં એક સુસ્પષ્ટ ચિત્ર એમ પ્રકાશમાં આવે છે કે ઈસાની છઠ્ઠીસાતમી શતાબ્દીથી લઈને ઈસાની પંદરમી સદીના અંત સુધી દક્ષિણ ભારતમાં જૈન ધર્મ પર એક પછી એક ભીષણ પ્રહાર થતા રહ્યા.
અવિરત નવસો વર્ષોના જૈન-વિરોધી હિંસાત્મક તથા ધૃણાત્મક અભિયાન ઉપરાંત પણ જૈન ધર્મનું અસ્તિત્વ તામિલનાડુ પ્રદેશના ઉત્તરી આરકોટમાં અવશિષ્ટ રહ્યું હતું. કર્ણાટકમાં આટલાં ભીષણ હિંસાત્મક અભિયાનો છતાં પણ જૈન ધર્મ કર્ણાટકના મોટાભાગના દરેક ક્ષેત્રમાં થોડી સંખ્યામાં પણ બચી શક્યો. આનાથી એમ અનુમાન થાય છે કે દક્ષિણમાં જૈન ધર્માવલંબી પૂર્વકાળમાં અત્યધિક પ્રચુર સંખ્યામાં તથા દક્ષિણના અમુક પ્રદેશમાં બહુસંખ્યક સ્વરૂપે વિદ્યમાન હતા.
દક્ષિણમાં જૈન ધર્મ પર સંકટ વિષય પર પ્રસ્તુત થયેલાં પ્રમાણો અને ઐતિહાસિક વિવરણોથી નિષ્કર્ષ સ્વરૂપે ત્રણ તથ્ય પ્રકાશમાં આવે છે : | ૬૬ 9696969696969696339 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)