________________
સહિષ્ણુતા, પારસ્પરિક સૌહાર્દપૂર્ણ પ્રીતિનો પુનઃ પ્રાદુર્ભાવ પ્રાબલ્ય સાથે થયો. બુક્કરાયના એ આદર્શ માનવીય દૃષ્ટિકોણનો એમની ભાવિ પેઢીના ઉત્તરાધિકારીઓ પર પણ દૂરગામી પ્રભાવ પડ્યો. બુક્કરાયના પવિત્ર માનવીય અભિગમને સદાય ધ્યાનમાં રાખીને એમની ઉત્તરાધિકારીઓએ સંકુચિત મનોવૃત્તિનો પરિત્યાગ કરી વિશાળ સહૃદયતા અને ઉદારતા પ્રગટ કરતાં પ્રજાના દરેક વર્ગને સમાન ન્યાય આપ્યો.
મહારાજા બુક્કરાયનું શાસન ઈ. સ. ૧૩૫૩ થી ૧૩૭૭ સુધીનું ઐતિહાસિક પ્રમાણોથી ઇતિહાસવિદો દ્વારા માન્ય થયું છે. જૈન-વૈષ્ણવ સંઘર્ષની આ ઘટના ઈ. સ. ૧૩૬૮(શક સં. ૧૨૯૦)માં બુક્કરાયના શાસનના પંદરમા વર્ષની ઘટના છે. જૈનો અને વૈષ્ણવોના પ્રતિનિધિઓને પોતાનો નિર્ણય સંભળાવતા બુક્કરાયે જૈન પ્રતિનિધિઓનાં હાથ વૈષ્ણવ પ્રતિનિધિઓનાં હાથમાં સોંપીને કહ્યું : “આજથી આપ સર્વ એકબીજાના મિત્ર થયા. આપ બંનેનું પરમ કર્તવ્ય હશે કે એકબીજાનાં ધાર્મિક કાર્યોમાં કોઈ પ્રકારની બાધા ન પહોંચાડવી. સહુ પોતપોતાનાં ધાર્મિક અનુષ્ઠાન, ધર્મકાર્ય સંપૂર્ણ સ્વતંત્રતાથી કરતા રહો.” ત્યાર બાદ બુક્કરાયે વૈષ્ણવોને આજ્ઞા આપી કે - ‘તેઓ સંપૂર્ણ વિજયનગર રાજ્યની સીમામાં આવેલા પોતાનાં મંદિરોમાં આ અનુશાસનને અક્ષરશઃ અંકિત કરાવી તેનું સાચા મનથી પૂર્ણતઃ પરિપાલન કરતા રહે.'
જૈનો અને વૈષ્ણવોમાં સૌહાર્દપૂર્ણ સંધિ કરાવનારા મહારાજા બુક્કરાયના અનુશાસનને વિવિધ મંદિરોમાં શિલાઓ અને સ્તંભો પર અંકિત કરવામાં આવ્યો. જૈનોનાં ધર્મસ્થાન શ્રવણ બેલગોડાની પહાડી પર મંદિર સમક્ષ એક પ્રસ્તર ખંડ પર પણ આ અનુશાસનને અંકિત કરવામાં આવ્યો, જે આજે પણ શ્રવણ બેલગોડામાં વિદ્યમાન છે.
અગાઉ આપણે જણાવ્યું તેમ જૈનો પર અનેક વખત દેશવ્યાપી સંકટ આવ્યાં. પહેલું સંકટ એ હતું કે ઈસાની સાતમી શતાબ્દીના પ્રારંભિકકાળમાં પલ્લવરાજ કાંચીપતિ મહેન્દ્રવર્મન અને મદુરાના પાચરાજ સુંદરપાણ્ડચના શાસનકાળમાં તિરુ જ્ઞાનસંબંધર અને તિરુ અપ્પર દ્વારા શૈવધર્મના ઉદ્ધારના રૂપમાં જૈનોનો વિરોધ અને સંહારનું અભિયાન.
૬૪
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)