________________
(જેનોને બુક્કરાય દ્વારા મળેલું સંરક્ષણ) વિજયનગરના મહારાજા બુક્કરાયના શાસનકાળની એક મહત્ત્વપૂર્ણ ઘટનાથી બુક્કરાયની સામાજિક અને ધાર્મિક ન્યાય સંબંધી અત્યંત ઉદારતાપૂર્ણ વૃત્તિ પ્રકાશમાં આવે છે. આ ઘટના છે જેન-રામાનુજ સંઘર્ષની સમસ્યાનું સમાધાન કરાવનાર બુક્કરાયનું અનુશાસન. બુક્કરાયના શાસનકાળમાં જૈનો અને રામાનુજાચાર્યના અનુયાયી વૈષ્ણવોની વચ્ચે પોતાના અધિકારો, સુવિધાઓ અને ધાર્મિક અનુષ્ઠાનોના પ્રશ્નો સંદર્ભે ખૂબ સંઘર્ષ ઉત્પન્ન થયો. અલ્પસંખ્યક થઈ ચૂકેલા જૈન ધર્માવલંબીઓની એ વખતે બહુસંખ્યક વૈષ્ણવો દ્વારા સતામણી થવા લાગી, આ બાબતે પીડિત જૈનોએ વિજયનગરના મહારાજા બુક્કરાય સમક્ષ ન્યાયની યાચના કરી અને પોતાનો પક્ષ રજૂ કર્યો. મહારાજા બુક્કરાયે બંને ધર્મના અગ્રણીઓને પોતાની ન્યાયસભામાં બોલાવ્યા. બુક્કરાયના ન્યાયને સાંભળવા દરેક પ્રજાના દરેક વર્ગના પ્રતિનિધિઓ પણ વિશાળ સંખ્યામાં બુક્કરાયની સભામાં ઉપસ્થિત થયા. બંને પક્ષોને ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી મહારાજા બુક્કરાયે પોતાનો નિર્ણય સંભળાવ્યો. જેમાં મહત્ત્વની વાત એ હતી કે બહુસંખ્યક સંપ્રદાયના લોકોનું સૌથી મોટું અને પ્રાથમિક કર્તવ્ય એ સ્થાપિત કર્યું કે - તેમણે અલ્પસંખ્યક વર્ગના લોકોનાં અધિકારી, હિતો અને તેમની સુવિધાઓનું રક્ષણ કરવું. બીજા શબ્દોમાં કહીએ તો અલ્પસંખ્યકોના અધિકારોની સુરક્ષા કરનારી આ એક રાજકીય ઘોષણા હતી.
સંસારના ઇતિહાસમાં આ પ્રકારના ઉદાહરણ અન્યત્ર અલભ્ય છે, જેમાં વિભિન્ન ધર્માવલંબીઓના સંઘર્ષ-કલહને શાંત કરનાર અને સમન્યાયી વ્યવસ્થાનો નિર્ણય આપવામાં આવ્યો હોય. સાર્વભૌમ સત્તાસંપન્ન મહારાજા બુક્કરાય દ્વારા અપાયેલ આ નિર્ણય એમની મહાન ઉદારતા અને બુદ્ધિકૌશલનું એક આદર્શ અને અનુકરણીય ઉદાહરણ છે.
મહારાજા બુક્કરાયનો એ ઐતિહાસિક નિર્ણય ખૂબ પ્રભાવક સિદ્ધ થયો. એનાથી વિજયનગર સામ્રાજ્યની વિશાળ સીમાઓમાં રહેતાં પ્રજાજનોમાં વિભિન્ન જાતિઓ, વર્ગો ને ધર્માવલંબીઓમાં પરસ્પર ધાર્મિક જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 0969696969696969696969 ૬૩]