________________
K
88888
૭. વિભિન્ન સ્થળો પર અનેક સમાજમાં વ્યાપ્ત વિવાદોને સદાયને માટે સમાપ્ત કરાવી પ્રેમ અને સૌહાર્દની પ્રતિષ્ઠા કરી.
૮. અનેક એવા અવસરો આવ્યા કે, જ્યારે એમણે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી.
૯. ભારતીય રક્ષા વિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહ કોઠારી આચાર્ય હસ્તીમલજી વિશે અંજલિ આપતાં લખે છે:
* પ્રાણીમાત્રનું કલ્યાણ ઇચ્છનાર તેઓ એક લોકપ્રિય અને વિદ્વાન જૈન-સંત હતા.
જ્યારે તેઓ મૌન સાધનામાં હતા ત્યારે પણ એમનામાંથી પ્રસ્ફુટિત થનારી સકારાત્મક પ્રેરણા, ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ.
* એમના દ્વારા લિખિત જૈન ધર્મ કા મૌલિક ઇતિહાસ'ના ચાર ભાગ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન અને પ્રેરક પ્રદાન છે.
૧૦. સુખ્યાત વિદ્વાન, ધારાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ લખ્યું : “મારા જીવનના દરેક પડાવ પર આચાર્ય હસ્તીએ મને અનુપ્રેરિત કર્યો છે.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવક, પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે . “ઈમાનદારી, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા અન્યોની નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા મને આચાર્ય હસ્તી પાસેથી પ્રાપ્ત થઈ.”
૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના પિતા ન્યાયમૂર્તિ શ્રી કૃષ્ણકુમાર લોઢા મુજબ -
AVI RUKI