________________
જિનેશ્વરસૂરિ દ્વારા અણહિલપુર-પાટણમાં ચૈત્યવાસી પરંપરાઓથી ભિન્ન જૈન પરંપરાઓનાં સાધુ-સાધ્વીવર્ગ પર પ્રવેશ વિષયક રાજકીય પ્રતિબંધને નિરસ્ત કરાવતી વખતે જ આચાર્ય વર્ધમાનસૂરિની પરંપરાની સાથે ચૈત્યવાસી પરંપરાના સાધુઓનો વ્યવહાર મોટે ભાગે કટુતાપૂર્ણ રહ્યો. પરંતુ અભયદેવસૂરિની વિનમ્રતા અને તેમના આગમ વિષયક ગહન જ્ઞાનના કારણે ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્ય પણ એમનો ખૂબ આદર જાળવતા. એ સંદર્ભમાં “ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી'નો ઉલ્લેખ આજે પણ ઉપલબ્ધ છે, જેનો સારાંશ નીચે મુજબ છે :
અભયદેવસૂરિ જે વખતે અણહિલપુર-પાટણ કરડિપટ્ટી નામની વસતિમાં બિરાજમાન હતા, એ વખતે નગરમાં ચૈત્યવાસી પરંપરાના પ્રમુખ આચાર્ય દ્રોણસૂરિએ અંગશાસ્ત્રો પર વિવેચનાત્મક વ્યાખ્યાન આપવાનો પ્રારંભ કર્યો. પાટણમાં વિદ્યમાન દરેક આચાર્ય અંગોની વ્યાખ્યા સાંભળવા ઉપસ્થિત રહેતા હતા. અભયદેવસૂરિ પણ ત્યાં જતા હતા. દ્રોણાચાર્ય સદાય અભયદેવસૂરિને પોતાની પાસે એક આસન પર જ બેસાડતા હતા. સૂત્રોની વ્યાખ્યા કરતી વખતે જે કોઈ વખતે એમને અર્થ વિષયક સંદેહ થાય કે તેઓ મંદ સ્વરમાં બોલતા, જેથી બીજા કોઈને કશું સંભળાય નહિ. દ્રોણાચાર્યને બીજા દિવસે જે સૂત્રોની વ્યાખ્યા કરવાની હતી, અભયદેવસૂરિ બીજા દિવસે એના વિશે સ્વરચિત વૃત્તિ લઈને વ્યાખ્યાન સ્થળે પહોંચ્યા. એમણે દ્રોણાચાર્યને નિવેદન કર્યું કે - “આ વૃત્તિને જોઈને, તેના પર મનન કરીને આપ આજના સૂત્રોની વ્યાખ્યા કરો.” એ વૃત્તિના અમુક અંશ વાંચતાં જ દરેક ચૈત્યવાસી આચાર્ય ચમત્કૃત થઈ ગયા. દ્રોણાચાર્યના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ વૃત્તિને વાંચતાં જ દ્રોણાચાર્ય વિચાર કરવા લાગ્યા - “શું આ વૃત્તિનું નિર્માણ સાક્ષાત્ ગણધરોએ કર્યું છે કે આ અભયદેવસૂરિ દ્વારા જ રચિત છે?!' દ્રોણાચાર્યના માનસમાં અભયદેવ પ્રત્યે અગાધ આદરભાવ જાગૃત થયો. બીજા દિવસે અભયદેવસૂરિને વ્યાખ્યાન સ્થળ પર આવતા જોઈને દ્રોણાચાર્ય પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. સુવિહિત પરંપરાના એક આચાર્ય પ્રત્યે ચૈત્યવાસી પરંપરાના સહુથી વરિષ્ઠ આચાર્યનો આ રીતનો આદરભાવ જોઈને [ ૪૦ 96383996969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)