________________
ચરિત્રકાર'એ જિનેશ્વરસૂરિના ગૃહસ્થજીવનનો જે પરિચય આપ્યો છે, એ સંભવતઃ વાસ્તવિકતાથી વધારે સન્નિક્ટ છે.
ઉપરોક્ત ત્રણેય પ્રકારના ઉલ્લેખોથી એક વાત તો સ્પષ્ટ સિદ્ધ થાય છે કે જિનેશ્વરસૂરિ બ્રાહ્મણકુળના નરરત્ન હતા, અને એમણે ચૈત્યવાસી પરંપરાની આગમ વિરુદ્ધ માન્યતાઓથી પૂર્ણ આચ્છાદિત જૈન ધર્મના વિશુદ્ધ સ્વરૂપને સંસાર સમક્ષ પુનઃ પ્રકાશિત કરી જિનશાસનની મહત્તમ સેવા કરી.
અગર મહાપ્રતાપી જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસી પરંપરાનાં મૂળિયાં હચમચાવ્યાં ન હોત તો આજે ભાવ પરંપરાનાં, જૈન ધર્મના વિશુદ્ધ સ્વરૂપના, સુવિહિત શ્રમણ પરંપરા અને આગમાનુસાર વિશુદ્ધ શ્રમણાચારનાં દર્શન દુર્લભ થઈ ગયા હોત. એમના દ્વારા થયેલી જિનશાસનની ઉલ્લેખનીય સેવા જૈન ઇતિહાસમાં સદા-સર્વદા સુવર્ણાક્ષરે અંકિત રહેશે. .
આચાર્ય જિનચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ પછી જિનચંદ્રસૂરિ સંવિગ્ન પરંપરાનાં આચાર્ય થયા. એમને અને અભયદેવસૂરિને જિનેશ્વરસૂરિએ પોતાના ગુરુ વર્ધમાનસૂરિના આદેશથી આચાર્યપદ પ્રદાન કર્યું.
જિનચંદ્રસૂરિએ ૧૮ હજાર શ્લોક - પ્રમાણ ‘સંવેગ-રંગશાળા’ નામક એક ગ્રંથની રચના કરી, જે પ્રત્યેક મુમુક્ષુ માટે પઠનીય અને અધ્યાત્મપથ પર અગ્રેસર હોવા ઇચ્છુક સાધકો માટે પ્રકાશસ્તંભ તુલ્ય છે. ‘સંવેગ રંગશાળા' નામથી એવો અભિપ્રાય નીકળે છે કે વર્ધમાનસૂરિ દ્વારા ક્રિયોદ્ધાર બાદ શરૂ થયેલી પરંપરા જિનચંદ્ર સૂરિના સમય સુધી સંવિગ્ન પરંપરાના નામથી જ અભિહિત કરવામાં આવતી હતી.
5
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૦