________________
ચૈત્યવાસીઓને પરાજિત કર્યા પછી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પોતાના સંત-સમુદાય સાથે જાબાલિપુર (જાલોર) ગયા. ત્યાં આચાર્ય જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૮૦માં પ્રમાલક્ષ્મ આદિ થોડા ગ્રંથોની રચના કરી.
“વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી'માં અને ખરતરગચ્છના બીકાનેર નગરમાં સ્થિત “શ્રી પૂજ્ય દાનસાગર જૈન જ્ઞાન ભંડાર'ના ઉપાશ્રયની શ્રી ક્ષમાકલ્યાણ દ્વારા રચિત ગુર્નાવલીમાં શ્રી જિનેશ્વરસૂરિના ગૃહસ્થજીવનનો પરિચય ઉપર જણાવ્યા મુજબના પરિચયથી તદ્દન ભિન્ન પ્રકારનો જ આપવામાં આવ્યો છે. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી'માં જિનેશ્વરસૂરિના લઘુભ્રાતા બુદ્ધિસાગરનો નામોલ્લેખ પણ કરવામાં આવ્યો નથી, જે ખરેખર વિચારણીય છે.
પ્રભાવક ચરિત્રકારે જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને મધ્યપ્રદેશ નિવાસી કૃષ્ણ નામના બ્રાહ્મણના શ્રીધર અને શ્રીપતિ નામના પુત્ર તરીકે ઓળખાવી ધારાનગરીના શ્રેષ્ઠી લક્ષ્મીપતિના માધ્યમથી તેમના દીક્ષિત થવાનો ઉલ્લેખ કર્યો છે. એનાથી વિપરીત “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી'માં જિનેશ્વરસૂરિને ગૃહાવસ્થામાં જગ્ગા નામના પુષ્કરણા બ્રાહ્મણ તરીકે દર્શાવ્યા છે. એમાં જિનેશ્વરસૂરિનું દીક્ષાસ્થળ સિદ્ધપુર અને દીક્ષાનું કારણ શુદ્ધિ-અશુદ્ધિના પણમાં પરાજિત થયા હોવાનું બતાવ્યું છે.
દાનસાગર જૈન જ્ઞાનભંડાર બીકાનેરની ખરતરગચ્છ ગુર્નાવલી'માં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરનો પરિચય વારાણસીના સોમ નામના બ્રાહ્મણના પુત્ર તરીકે આપવામાં આવ્યો છે. એની સાથે જ સરસા નગરમાં સોમનાથ મહાદેવના નિર્દેશથી વર્ધમાનસૂરિના સંપર્કમાં આવવું અને ત્યાં સરસાનગરમાં જ વર્ધમાનસૂરિની પાસે એમના દીક્ષિત હોવાનો ઉલ્લેખ છે.
પરસ્પર ભિન્ન જાણતાં આ પ્રકારનાં વિવરણોમાં વસ્તુતઃ કર્યું વિવરણ પ્રમાણભૂત છે, એ બાબતે પ્રમાણના અભાવે સુનિશ્ચિત સ્વરૂપે કંઈ પણ કહી ન શકાય, માત્ર અનુમાન થઈ શકે કે – “પ્રભાવક [ ૩૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)