________________
વર્ધમાનસૂરિ દ્વારા થયેલા આ ક્રિયોદ્ધારનું ખૂબ મોટું ઐતિહાસિક મહત્ત્વ છે. જનમાનસમાં ધર્મના વિશુદ્ધ સ્વરૂપ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો, એનું જ. એ પરિણામ હતું કે વીર નિર્વાણની સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં વર્ધમાનસૂરિ દ્વારા થયેલાં કિયોદ્ધાર બાદ દિયોદ્ધારકોની એક પ્રકારે શૃંખલા જ બનવા લાગી. વીર નિર્વાણની અગિયારમી સદીથી લઈ પચીસમી શતાબ્દી સુધી અધિકાંશ ગચ્છોની ઉત્પત્તિની પાછળ કોઈ ને કોઈ રૂપે ક્રિયોદ્ધારનો જ ઇતિહાસ છુપાયેલો છે.
એક મનૌવૈજ્ઞાનિક તથ્ય આ ક્રિયા દ્વારોમાં એ જોવામાં આવ્યું કે જે સાહસિક મહાપુરુષોએ અનેક કષ્ટ સહીને ક્રિયોદ્ધાર કર્યા, કાળાંતરે એમનાં જ શિષ્યો-પ્રશિષ્યો પુનઃ શિથિલાચારી બન્યા. જે રીતે એ જ વર્ધમાનસૂરિની પરંપરા સમયાંતરે શ્રમણાચારથી વિચલિત થઈ યતિઓ જેવી થઈ ગઈ.
સુજ્ઞજનોના અંતરમનમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ શકે કે મહાપુરુષો દ્વારા કિયોદ્ધાર થયા પછી પણ ફરી ફરી કિયોદ્ધારની આવશ્યકતા કેમ થઈ ? આ પ્રશ્નનો સીધો ઉત્તર એ જ છે કે અધ્યાત્મ-સાધના કષ્ટસાધ્ય છે અને દ્રવ્ય-સાધના સુસાધ્ય છે. અધ્યાત્મ-સાધના અંતઃકરણમાં અલૌકિક પ્રકાશ પ્રગટ કરે છે અને લૌકિક-સાધના લોકેષણાની પૂરક હોવાના કારણે તરત ફળ આપે છે. અધ્યાત્મ-સાધનાનો માર્ગ વિકટ, બીહડ અને નીરસ છે, જયારે ભૌતિક-સાધનાનો માર્ગ કલરવ, કુતૂહલથી ભરેલો, ધૂમધડાકાથી સભર અને તરત આકર્ષે એવો છે. એ જ મુખ્ય કારણ હતું કે લોકપ્રવાહ દ્રવ્ય પરંપરાઓ તરફ વળ્યો. - વર્ધમાનસૂરિ અને તેમના જિનેશ્વરસૂરિ આદિ શિષ્યો દ્વારા માત્ર આગમોને જ પ્રામાણિક માન્ય કરવાની વાતનું ખરતરગચ્છ બૃહ ગુર્નાવલીમાં સુંદર રીતે વિવરણ કરવામાં આવ્યું છે. રાજપિંડને નિતાંત અગ્રાહી માનીને તેમણે અણહિલપુર-પાટણમાં મધુકરીના માધ્યમથી ૪૨ દોષ ટાળીને એષણીય આહાર ગ્રહણ કર્યો. તેઓ નિર્દોષ વસતિમાં રહ્યા. એમના શ્રમણજીવનમાં આડંબર અથવા પરિગ્રહ માટે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 96396969696969696969)૩૧ |