________________
વિચારતાં જ તેમણે સેવકને આજ્ઞા કરી - “શીઘ્રતાપૂર્વક પટરાણીની પાસે જાઓ અને જઈને મારો આ સંદેશ કહો કે મહારાજે કહેવરાવ્યું છે કે - “જે કાંઈ આપને ભેટ સ્વરૂપે મળ્યું છે, એમાંથી તલમાત્ર આપે ગ્રહણ કરવાનું નથી. જો આપ એક પણ ભેટનો સ્વીકાર કરશો તો આપણી વચ્ચેનો સંબંધ પૂરો થઈ જશે.” - સેવકે તત્કાળ પટરાણી સમક્ષ ઉપસ્થિત થઈ તેમને રાજાનો સંદેશ યથાવત્ કહી સંભળાવ્યો. રાજાનો સંદેશ સાંભળી રાણી ભયભીત થઈ. રાણીએ ઉપહાર – ભેટ ધરનારને આદેશ અને આક્રોશપૂર્વક કહ્યું : જે જે લોકો દ્વારા જે કાંઈ વસ્તુ લાવવામાં આવી છે એ તત્કાળ પોતાની વસ્તુઓ પોતાના ઘરે પાછી લઈ જાય. આમાંથી એક પણ વસ્તુનો મને ખપ નથી.”
દરેક અધિકારી તત્કાળ પોતપોતાની વસ્તુ ઉપાડીને ઘરભેગા થઈ ગયા. આ રીતે ચૈત્યવાસીઓનું આ જયંત્ર પણ અસફળ રહ્યું. ત્યાર બાદ પરસ્પર વિચાર-વિમર્શ કરી એમણે નક્કી કર્યું કે -
અગર રાજા બીજા પ્રદેશથી આવેલા મુનિઓનું બહુમાન-સન્માન કરે છે, તો આપણે સહુ હવે અહીંથી અન્ય પ્રદેશમાં જતાં રહીએ.” અને એમ નિશ્ચય કરી ચૈત્યવાસી ચૈત્યને છોડી અન્યત્ર જતા રહ્યા.
મહારાજ દુર્લભરાજને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે કહ્યું : “અગર એ લોકોને અહીં રહેવાનું યોગ્ય નથી લાગતું તો તે જઈ શકે છે.” દેવગૃહોમાં પૂજા માટે બ્રહ્મચારીઓને સવેતન રાખવામાં આવ્યા. દરેક દેવની પૂજા નિયમિત રીતે થવા લાગી. ચૈત્યવાસી દરેક પ્રકારની સુવિધાથી યુકત ચેત્યો સિવાય કોઈ સ્થાન પર રહી શકતા ન હતા. આમ થોડા સમય પછી બધા જ ચૈત્યવાસી કોઈ ને કોઈ બહાને પોતાનાં ચૈત્યગૃહો તરફ પાછા ફર્યા. બીજી બાજુ, આચાર્ય વર્ધમાનસૂરિ કોઈ પણ રોક-ટોક વગર દરેક ક્ષેત્રમાં વિચરણ કરવા લાગ્યા.
સુવિહિત શ્રમણ પરંપરા આચાર્ય વર્ધમાનસૂરિ તથા એમના શિષ્ય જિનેશ્વરસૂરિના ચૈત્યવાસીઓ પર આ વિજય બાદ ધીમે-ધીમે ચૈત્યવાસી પરંપરાનો નિરંતર હાસ થવા લાગ્યો. * ૩૦ |969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|