________________ નવાં તથ્ય તથા નવી વિશેષતા વીર નિર્વાણ સંવત 1476 થી 2000 સુધીના ગાળાની પ્રમુખ ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું તથ્યપરક વિવેચન. જૈનધર્મની ધર્માચાર્ય પરંપરાઓ, મુખ્ય ગચ્છ પરંપરાઓ અને પ્રભાવક આચાર્યોનો ક્રમબદ્ધ પ્રમાણભૂત પરિચય. શુદ્ધ શ્રમણાચારની પુર્નપ્રતિષ્ઠા માટે વખતોવખત થયેલા પ્રયાસોનું ક્રમિક તેમજ શોધપૂર્ણ વિવેચન. સમસામયિક જૈન રાજાઓ તથા ઉદારમના શ્રાવકોના ઇતિવૃત્તનું ક્રમબદ્ધ તથા વસ્તુલક્ષી પ્રસ્તુતીકરણ. જૈન ઇતિહાસ સંબંધી જટિલ ગૂંચવાડાનું પ્રમાણ આધારિત નિવારણ, પરાપૂર્વથી ચાલી આવતી ભ્રાંતિઓનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઇતિહાસ વિષયક અમુક અંધકારપૂર્ણ પ્રકરણો પર નૂતન પ્રકાશ. * ધર્મવીર લોંકાશાહની ક્રાન્તદર્શી ધાર્મિકતા અને એમના પ્રેરક જીવનનું વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન. ઇતિહાસ જેવા ગૂઢ અને નીરસ વિષયનું સુબોધ, સરસ અને પ્રવાહી ભાષાશૈલીમાં આલેખન. ન રા ચારેક ISCR INH IH 'બાપૂબજાર, જયપુર વ્યપર