________________
આ રીતે અલ્લાઉદ્દીન ખિલજીએ સિવાણાના કિલ્લા પર પણ અધિકાર કરી લીધો. ત્યાર બાદ અલ્લાઉદ્દીને વિ. સં. ૧૩૬૮મા જાલૌર પર આક્રમણ કર્યું. જાલૌરના રાજા કાન્હડદેવ અને રાજકુમાર વિરમદેવે શત્રુસેના સાથે બરાબર ટક્કર લીધી. શત્રુઓનો સંહાર કરતાં કરતાં પિતા અને પુત્ર બંને યુદ્ધભૂમિમાં વીરગતિને પ્રાપ્ત થયાં. અને અલ્લાઉદ્દીન ખિલજીએ જાલૌર પર અધિકાર કરી લીધો. આ રીતે રણથંભૌર, સિવાણા અને જાલૌરનાં ચૌહાણ રાજ્યોની સમાપ્તિ થઈ ગઈ.
મહારાણા હમીરે વિ. સં. ૧૩૮૨ની આસપાસ મુસલમાનોને પરાસ્ત કરી ચિતોડ પર અધિકાર કર્યો.
એનાથી આગળના ભારતનો રાજનૈતિક ઇતિહાસ રાજ્યવિપ્લવો, મુસલમાનોનાં આક્રમણો, ભારતીય રાજાઓનાં રાજ્યોનાં પતન, નવીન હિન્દુ રાજ્યોનો અભ્યદય, ઉત્થાન, પતન, તલવારના બળ પર ધર્મપરિવર્તન, લૂંટ, સામૂહિક નરસંહાર આદિ ભીષણ ઘટનાચક્રના આટલા ઘટનાક્રમોથી સંકુલ છે કે અગર એક એક ઘટના પર પાંચ-પાંચ લીટી લખવામાં આવે તો એક સ્વતંત્ર પુસ્તક તૈયાર થાય.
આ ગ્રંથનું આલેખન અહીં જ સમાપ્ત કરતાં વાચકોને સાદર નિવેદન કરવામાં આવે છે કે આગળનો ઇતિહાસ, જૈન ધર્મ અને ભારતીય ઇતિહાસના ગ્રંથોમાંથી વાંચવાની કૃપા કરશો.
| ૨૬૪ 999999999999) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)