________________
લોકશાહે આગમો અનુસાર સર્વજ્ઞ પ્રણીત જૈન ધર્મના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ આપીને જિનમતીના નામથી જે પરંપરાનો પ્રચારપ્રસાર કર્યો હતો, એ વિ. સં.૧૫૩૦ પૂર્વે જ દૂર દૂરના પ્રદેશોમાં બહુમત-સંમત અને લોકપ્રિય થઈ ગઈ હતી. આ વાતનું પ્રમાણ વિ. સં.૧૫૩૦ની “લુકામત પ્રતિબોધ કુલક' નામની કૃતિથી મળે છે.
આ કૃતિમાં કુલકકારે પોતાની આંખે જોયેલા લોકાગચ્છના સર્વવ્યાપી વર્ચસ્વ પર પોતાના આંતરિક શોકગાર અભિવ્યક્ત કર્યા છે. આ કુલકમાં ઉલ્લેખિત વિવરણોથી નીચે મુજબનાં તથ્થો પ્રકાશમાં આવે છે: ૧. વિ. સં. ૧૫૩૦માં લોકાશાહ દ્વારા પ્રકાશમાં આવેલ જૈન ધર્મનું
મૂળ સ્વરૂપ ધંધુકા અને પાટણ આદિ ક્ષેત્રોમાં અત્યાધિક લોકપ્રિય
થઈ ગયું હતું. દૂર દૂર સુધી પ્રસરી ગયું હતું. ૨. એમાં ઉલ્લેખિત હર્ષકીર્તિ દ્વારા કરવામાં આવેલા લોંકામતના
પ્રચારના વિવરણથી એમ પ્રગટ થાય છે કે તત્કાલીન વિભિન્ન પરંપરાઓના શ્રમણ પણ જૈન ધર્મસંઘમાં શતાબ્દીઓથી ઘર કરેલી વિકૃતિઓ, બાહ્યાડંબરો અને અનાગમિક માન્યતાઓનો વિરોધ કરવા અને લોકાશાહ દ્વારા પ્રકાશિત સત્યમાર્ગનું અનુસરણ કરવા
માટે કટિબદ્ધ થઈ ગયા હતા. ૩. લોંકાશાહ દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા વિશુદ્ધ આગમિક ધર્મ
તરફ જનમત એટલો આકર્ષિત થઈ ચૂક્યો હતો કે દ્રવ્ય પરંપરાઓના સાધુઓની વાત સાંભવવા માટે કોઈ તૈયાર ન હતું.
લોંકાશાહ દ્વારા વિ. સં.૧૫૦૮માં જે ધર્મક્રાંતિનો સૂત્રપાત્ર કરવામાં આવ્યો, એ તીવ્ર ગતિથી ભારતના વિભિન્ન સુદૂરસ્થ પ્રદેશોમાં વ્યાપી ગયો. લોંકાશાહના આગમપરક ઉપદેશોને સાંભળવા ધર્મનિષ્ઠ વ્યક્તિઓને ખૂબ રસ પડ્યો. લોંકાશાહના માધ્યમથી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને સાત્ત્વિક સ્વરૂપ લોકપ્રિય થયું અને અનુકરણીય શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર બન્યું. વિ. સં. ૧૫૦૮માં જન-જન સમક્ષ અને દ્રવ્ય પરંપરાઓના વિદ્વાનો અને આચાર્યોની સમક્ષ રાખવામાં આવેલા લોંકાશાહના ઐતિહાસિક ૩૪ બોલ એના સાક્ષી છે. એ સિવાય લોંકાશાહના ૫૮ બોલ, પરંપરા વિષયક ૫૪ બોલ, અને લોંકાએ પૂછેલ ૧૩ પ્રશ્ન અને તેના ઉત્તરો જેવી કૃતિઓ પણ બહુચર્ચિત છે. | ૨૩૬ 099999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)