________________
(ચૈત્યવાસી પરંપરાના ઉમૂલનનું અભિયાન) વિર નિર્વાણની અગિયારમી શતાબ્દીના પ્રારંભે જ ભગવાન મહાવીરના ધર્મસંઘમાં એક અભૂતપૂર્વ પરિવર્તનકારી વળાંક આવ્યો, જેના પરિણામે જૈન ધર્મસંઘમાં અનેક દ્રવ્ય પરંપરાઓનો ઉદ્ભવ થયો, વિકાસ થયો, પુષ્પિત અને પલ્લવિત થઈ. ખૂબ જ ઝડપથી તેનું વર્ચસ્વ જૈનસંઘ અને જન-જનના માનસ પર એવું છવાઈ ગયું કે પરંપરાગત અધ્યાત્મપરક મૂળ પરંપરા ગૌણ થતાં થતાં નિતાંત નગણ્ય અને લુપ્ત થઈ ગઈ.
આ દ્રવ્ય પરંપરાઓમાં ચૈત્યવાસી પરંપરાએ પોતાના આડંબરપૂર્ણ આકર્ષક ધાર્મિક ઉત્સવો, આયોજનો અને ચમત્કાર પ્રદર્શન આદિના માધ્યમથી જનમાનસને પોતાના તરફ આકર્ષિત કરવામાં આશ્ચર્યજનક સફળતા મેળવી. વીર નિર્વાણની અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધ સુધી તો કર્ણાટક, આંધ્ર આદિ દક્ષિણ પ્રાંતોમાં પણ આ પરંપરાઓએ પોતાનો પ્રભાવ પાથર્યો હતો. ગુજરાત, રાજસ્થાન, માળવા, મત્સ્ય અને ઉત્તરપ્રદેશના જૈનસંઘો પર ચૈત્યવાસી પરંપરાનું આધિપત્ય જાણે છવાઈ ગયું હતું. એ વાતાવરણના પ્રભાવમાં માત્ર શ્રાવક-શ્રાવિકાવર્ગ જ નહિ, મૂળ પરંપરાનો શ્રમણ-શ્રમણીવર્ગ પણ સામૂહિક સ્વરૂપે ચૈત્યવાસી પરંપરાનો અનુયાયી થવા લાગ્યો, પરિણામે મૂળ પરંપરાના અસ્તિત્વ પર સંકટના વાદળો ઘેરાવાં લાગ્યાં. આવી સ્થિતિમાં ધર્મનાં મૂળ વિશુદ્ધ સ્વરૂપ અને સર્વજ્ઞ-પ્રણીત આગમાનુસારી શ્રમણાચારની રક્ષા માટે મૂળ પરંપરાના ગચ્છોએ મળીને સુવિહિત પરંપરાને જન્મ આપ્યો.
વખતોવખત સુવિહિત પરંપરાના કર્ણધાર આચાર્યો દ્વારા જૈનસમાજ સમક્ષ આગમાનુસારી ધર્મ અને શ્રમણાચારનું વિશુદ્ધ સ્વરૂપ પ્રસ્તુત કરવામાં આવ્યું. મૂળ પરંપરાને પુરાતન પ્રતિષ્ઠિત પદ પર પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ થયો; પરંતુ આ પ્રયાસો વિફળ રહ્યા. ચૈત્યવાસી પરંપરાના દુર્ભેદ્ય પ્રદેશમાં તેને પ્રવેશ જ ન મળ્યો.
ચૈત્યવાસી પરંપરાના વ્યાપક પ્રસાર-પ્રચાર અને વર્ચસ્વના કારણે વિ. નિ. સં. ૧૦૦૧ થી ૨૦૦૦ સુધીના સમયગાળામાં જિનશાસનનું જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૧૫ |