________________
યુગપ્રધાનાચાર્ય ધર્મઘોષ પછી આ નામના અન્ય આચાર્યો પણ થયા. નામમાં સામ્યતાના કારણે એક-બે ઇતિહાસવિદોએ રાજગચ્છના આચાર્ય શીલભદ્રસૂરિના તૃતીય પટ્ટધર આચાર્ય ધર્મઘોષ તથા યુગપ્રધાનાચાર્ય ધર્મઘોષને એક જ માની લીધા. પરંતુ તેઓ બંને જુદાજુદા સમયમાં થયેલા બે અલગ આચાર્યો હતા.
(ગંગવંશીય રાજા અને સેનાપતિ) - ગંગવંશના દરેક રાજા જૈન ધર્મ પાળતા હતા. શ્રમણ ભગવાન મહાવીરના ઓગણપચાસમા પટ્ટધર આચાર્ય જયસેનના આચાર્યકાળમાં ગંગવંશના ચોવીસમા રાજા મારસિંહ ગંગ (વી. નિ. ૧૪૯૦ થી ૧૫૦૧) ખૂબ જ પ્રતાપી, જિનશાસન - ભક્ત, પરમ શ્રદ્ધાળુ અને પ્રભાવક રાજા હતા. એમણે પોતાના ૧૧ વર્ષના શાસનકાળમાં જૈનશાસનનાં પ્રચાર-પ્રસાર અને સર્વતોમુખી અભુત્થાનનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા. પોતાની જીવનસંધ્યાએ તેમણે બંકાપુરના ભટ્ટારક અજિતસેનના સાંનિધ્યમાં વી. નિ. સં. ૧૫૦૧ (શક સં. ૮૯૬)માં સંથારાપૂર્વક પંડિતમરણ સ્વીકાર્યું.
ગંગવંશના મંત્રી અને સેનાપતિ ચામુંડરાયે વી. નિ. સં. ૧૫૫૫માં શ્રવણબેલગોલ પર્વતરાજના ઉચ્ચતમ શૃંગને કાપીને એક જ પાષાણપંજની ગોમ્યુટેશ્વર(બાહુબલિ)ની એક વિશાળ મૂર્તિનું નિર્માણ કરાવ્યું. આ નિર્માણકાર્ય ૨૩ માર્ચ - ૧૦૨૮ના દિવસે સંપન્ન થયું. સાડા છપ્પન ફૂટ ઊંચી આ વિસ્મયકારક વિશ્વવિખ્યાત મૂર્તિ ઉત્કૃષ્ટ કળાનું ઉત્તમ પ્રતીક છે.
F
| ૧૪ 9િ9999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)