________________
આ અનોખા ગુપ્તદાનનો મહિમા સાંભળી અણહિલપુર પાટણપતિ ગુર્જરરાજ બીસલદેવે મનોમન જગડૂશાહની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક દિવસ પ્રાત:કાળે બીસલદેવ વેશ બદલીને જગડૂશાહની દાનશાળામાં પહોંચ્યા ને પરદાની અંદર જમણો હાથ નાખી દાન માટે પ્રસાર્યો.
તપ્ત તામ્રની સમાન વર્ણવાળા કઠોર હાથમાં અનુપમ ભાગ્ય, લક્ષ્મી, વિદ્યા, કીર્તિ, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આદિની સૂચક હસ્તરેખાઓ અને શુભ લક્ષણો પર દૃષ્ટિ પડતાં જ જગડૂશાહે સમજી લીધું કે આ કોઈ ને કોઈ રાજા છે અને કોઈ કારણવશ આ પ્રકારની તેને અવસ્થા પ્રાપ્ત થઈ છે.
આમને એવી મૂલ્યવાન વસ્તુ આપું, જેનાથી જીવનભર સુખી રહે, ઐશ્વર્યની સાથે પોતાનું જીવન વિતાવે' - મનમાં આ પ્રકારનો વિચાર કરી જગડૂશાહે પોતાની આંગળીની બહુમૂલ્ય રત્નજડિત સુવર્ણમુદ્રિકા ઉતારીને બીસલદેવના હાથમાં રાખી દીધી. અલભ્ય, અદ્ભુત અને અણમોલ રત્નને જોતાં જ બીસલદેવના આશ્ચર્યનો પાર ન રહ્યો. ક્ષણભર સ્તબ્ધ રહીને કુતૂહલવશ તત્ક્ષણ એણે પોતાનો ડાબો હાથ પણ પરદાની અંદર.. શાહની સમક્ષ પસાર્યો. જગડૂશાહે તત્ક્ષણ પોતાની એવી બીજી હરકમુદ્રિકા પણ ઉતારીને પોતાની તરફ ફેલાવેલા એના ડાબા હાથ પર રાખી દીધી.
બંને રત્નજડિત મુદ્રિકાઓ લઈને બીસલદેવ પોતાના રાજપ્રસાદ : તરફ પાછા ફર્યા. બીજા દિવસે બીસલદેવે જગડૂશાહને પૂરા સન્માનની સાથે રાજ્યસભામાં આમંત્રિત કરી એનું સન્માન કર્યું. રાજા બીસલદેવે રાજસભામાં સભાસદો સમક્ષ જગડૂશાહની દાનવીરતાની મુક્તકંઠે પ્રશંસા કરતાં કહ્યું : “શાહ! વસ્તુતઃ તમે વસુંધરાના શૃંગાર ને સહુના સન્માનનીય વંદનીય છો, અતઃ ભવિષ્યમાં ક્યારેય પ્રજાજનો સમાન તમે મને નમન નહિ કરો.” ત્યાર બાદ મહારાજ બીસલદેવે હઠપૂર્વક એની બંને આંગળીઓમાં એ બંને રત્નજડિત સુવર્ણમુદ્રિકાઓ પહેરાવી દીધી અને હાથી પર સવાર કરી એને ઘરે વિદાય કર્યા.
જગqશાહે દુષ્કાળમાં વિવિધ જગ્યાએ ભોજનની એવી સમુચિત વ્યવસ્થા કરી કે સંપૂર્ણ દેશમાં એક પણ વ્યક્તિને દુષ્કાળના કારણે ભૂખની પીડાનો અનુભવ ન થયો. દુષ્કાળ સમાપ્ત થયા પછી પણ જગડૂશાહ જીવનભર તન, મન અને ધનથી જનકલ્યાણકારી કાર્યોમાં પ્રગાઢ અભિરુચિ લેતા રહ્યા. આ રીતે જગડૂશાહ શ્રમણોપાસકે જિનશાસનની મહાન પ્રભાવના કરી જૈન સમાજની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવ્યા. ૨૨૨ 996969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)