________________
- ( ભારત પર ગજનવી સુલતાનનું આક્રમણ )
ઈ. સ. ૯૭૭(વી. નિ. સં. ૧૫૦૪)માં ગજનીના સુલતાન સુબુક્તગીને પંજાબ પર આક્રમણ કર્યું. એ વખતે સરહિંદથી લગાન સુધી અને મુલતાનથી કાશ્મીર સુધી સીમાવર્તી લાહોર રાજ્ય પર જયપાલ(ભીમ અથવા ભીમપાલનો પુત્ર)નું શાસન હતું અને તે ભટિંડા દુર્ગમાં રહેતો હતો. લાહોરના રાજા જયપાલે આતતાયી સેના પર ભીષણ આક્રમણ કર્યું. ઘોર યુદ્ધ પછી જ્યારે જયપાલે જોયું કે એની સેનાને ખૂબ ક્ષતિ પહોંચી રહી છે, તો એણે સોનું, હાથી આદિ દેવાનું સ્વીકાર કરીને સુબુક્તગીનની સાથે સંધિ કરી લીધી. જયપાલે તત્કાળ ૫૦ હાથી અને અસંખ્ય સુવર્ણમુદ્રાઓ આપીને સુબુક્તગીનને કહ્યું કે - બાકીનું ધન લાહોર જઈને તેના માણસોને આપી દેશે” સુબુક્તગીને વિપુલ સંપત્તિની લાલચ અને યુદ્ધના પરિણામની અનિશ્ચિતતાની આશંકાથી સંધિ કરી લીધી. રાજાએ બંધક તરીકે પોતાના માણસો સુલતાન પાસે રાખ્યા અને સુલતાનના માણસો અને પોતાની સેના સાથે લાહોર પરત ફર્યો. લાહોર પહોંચીને જયપાલે બ્રાહ્મણ અધિકારીઓના પરામર્શથી સુલતાનના માણસોને બંદી બનાવી લીધા.
સુબક્તગીન પાસે જ્યારે આ સમાચાર પહોંચ્યા કે જયપાલે એની સાથે દગો કર્યો છે, તો તેણે શક્તિશાળી સેના લઈ ગજનીથી લાહોર તરફ પ્રયાણ કર્યું. જયપાલ પણ દિલ્હી કાલંજર અને કન્નોજના રાજાઓની સાથે મોટી સેના લઈ રણમેદાનમાં ઉપસ્થિત થયો. સુબુક્તગીનની નવી રણનીતિ અને નવાં શસ્ત્રોના પરિણામે જયપાલની સેના યુદ્ધભૂમિથી નાસી ગઈ. ગજનીના સુલતાનની સેનાએ સિંધુ નદી સુધી જયપાલનો પીછો કર્યો. સિંધના પશ્ચિમી પ્રદેશો પર પોતાનો અધિકાર સ્થાપીને લૂંટમાં પ્રાપ્ત કરેલ વિપુલ સંપત્તિની સાથે તે ગજની પરત ફર્યો. સિંધુ કે પશ્ચિમી પ્રદેશો પર પોતાનું શાસન સુદઢ ને સુવ્યવસ્થિત રાખવા માટે સુબુકતગીને પેશાવરમાં દસ હજાર સૈનિકોની સાથે પોતાનો હાકેમ રાખ્યો.
આ રીતે ભારતના પશ્ચિમી પ્રદેશ સિંધ પછી ભારતની ઉત્તર સીમાના પ્રદેશો પર પણ ઇસ્લામી હકૂમતની સ્થાપના થઈ ગઈ. ૧૨ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)