________________
(અંચલગચ્છનું ઉપનામ અચલગચ્છ) ચાલુક્યરાજ કુમારપાળના શાસનકાળમાં અંતિમ દિવસોમાં અંચલગચ્છને “અચલગચ્છ'ના નામે પણ ઓળખ મળી હતી. “મેરૂતુંગીયા (સંસ્કૃત) પટ્ટાવલી'માં આ સંબંધે ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ અનુસાર ચતુર્થીને સંવત્સરી પર્વ મનાવવાના પક્ષધર વિભિન્ન ગચ્છોના અમુક શ્રાવકોએ કુમારપાળ સમક્ષ ઉપસ્થિત થઈને અમુક અન્ય ગચ્છો પ્રત્યે ઈર્ષાવશ નિવેદન કર્યું: “રાજન્ ! આપ સ્વયં અને અમે સહુ ચતુર્થીના દિવસે સાંવત્સરિક પર્વ મનાવીએ છીએ. આપના રાજ્યમાં અન્ય ગચ્છોના અમુક સાધુઓ એવા પણ છે, જેઓ પાંચમના રોજ સંવત્સરી મનાવવાના પક્ષમાં છે. પર્વાધિરાજ સંવત્સરી પર્વ નજીક છે. આપના જેવા પરમાઈત ધર્મનિષ્ઠ રાજાના રાજ્યમાં સંવત્સરી પર્વ સંબંધમાં આ પ્રકારની માન્યતાભેદ શોભાસ્પદ નથી.”
મહારાજા કુમારપાળને પણ પર્વ આરાધના વિષયક મતભેદ અનુચિત પ્રતીત થયો. વિચાર કરીને એમણે રાજાજ્ઞા પ્રસારિત કરાવી કે - પાંચમના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરનાર સાધુ આજથી મારા રાજ્યના પાટનગર પાટણમાં નિવાસ નહિ કરી શકે. અતઃ આજે જ તેઓ પાટણથી બહાર અન્યત્ર ચાલ્યા જાય.’ આવી રાજાજ્ઞાન પ્રસારણ બાદ પાંચમના દિવસે સંવત્સરી પર્વ આરાધના કરનાર વિભિન્ન ગચ્છના સાધુ પાટણથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.
વિધિપક્ષના પ્રભાવક આચાર્ય જયસિંહસૂરિ પણ એ સમયે પાટણમાં જ બિરાજમાન હતા. એમણે પાટણમાં રહી પાંચમના દિવસે સંવત્સરી પર્વની આરાધનાના ઉદ્દેશથી સૂઝ-બૂઝપૂર્વક કામ લીધું. એમણે પોતાના એક વાક્યાતુર્ય ગુણસંપન્ન વાચાળ શ્રાવકને મહારાજા કુમારપાળ પાસે મોકલ્યા અને સંદેશ આપ્યો કે - “અમારા ગુરુ પાંચમના દિવસે જ સાંવત્સરિક પર્વ આરાધના કરનારા છે. થોડા દિવસો પૂર્વે જ એમણે આવશ્યક સૂત્ર પર વ્યાખ્યાન આપવાનો પ્રારંભ કર્યો છે. વ્યાખ્યાનમાં તેઓ સર્વપ્રથમ નમસ્કારમંત્ર પર વિવેચન કરે છે. આપની આજ્ઞા પ્રસારિત થઈ છે કે પાંચમના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરનાર પાટણથી અન્યત્ર ચાલ્યા જાય. અમારા ગુરુદેવે આપને પુછાવ્યું છે કે - ‘તેઓ નમસ્કારમંત્ર પર વિવેચન વિવરણ પૂર્ણતઃ સંપન્ન કરીને જ જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 999999999999 ૧૫]