________________
અંચલગચ્છીયા પટ્ટાવલી
શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ પટ્ટધર સુધર્મા સ્વામીથી લઈને ચોત્રીસમા પટ્ટધર સુધી ખરતરગચ્છ, તપાગચ્છ, અંચલગચ્છ આદિ (ઉપકેશગચ્છને બાદ કરતાં) મોટેભાગે દરેક ગચ્છોની પટ્ટાવલીઓમાં ક્રમસંખ્યા અને નામોમાં સાધારણ અથવા નગણ્ય ફેરફાર સિવાય પૂર્ણતઃ સામ્યતા દૃષ્ટિગોચર થાય છે, એટલે અહીં પાંત્રીસમાં પટ્ટધરથી અંચલગચ્છની પટ્ટાવલી આપવામાં આવી રહી છે :
૩૫મા આચાર્ય ઉદ્યોતનસૂરિ - જેમનાથી બડગચ્છનો પ્રાદુર્ભાવ થયો. ૩૬મા આચાર્ય સર્વદેવસૂરિ
૩૭મા આચાર્ય પદ્મદેવસૂરિ ૩૮મા આચાર્ય ઉદયપ્રભસૂરિ ૩૯મા આચાર્ય પ્રભાનંદસૂરિ ૪૦મા આચાર્ય ધર્મચંદ્રસૂરિ ૪૧મા આચાર્ય વિનયચંદ્રસૂરિ ૪૨મા આચાર્ય ગુણસાગરસૂરિ ૪૩મા આચાર્ય વિજયપ્રભસૂરિ ૪૪મા આચાર્ય નરચંદ્રસૂરિ ૪૫મા આચાર્ય વીરચંદ્રસૂરિ ૪૬મા આચાર્ય જયસિંહસૂરિ
૪૭મા આચાર્ય રક્ષિતસૂરિ (વિજયચંદ્રસૂરિ) અંચલગચ્છની દરેક પટ્ટાવલીઓ અનુસાર એમના દ્વારા જ વિધિપક્ષ, જે આગળ જતાં અંચલગચ્છ નામે વિખ્યાત થયો, તેની ઉત્પત્તિ થઈ.
૪૮મા આચાર્ય જયસિંહસૂરિ - એમના આચાર્યકાળમાં વિધિપક્ષના ` ' શ્રમણ-શ્રમણી પરિવારમાં અદ્ભુત વૃદ્ધિ થઈ.
૪૯મા આચાર્ય ધર્મઘોષસૂરિ
૫૦મા આચાર્ય મહેન્દ્રસૂરિ - એમણે તીર્થમાલા શતપદી વિવરણ અને ગુરુ ગુણષત્રિંશિકાની રચના કરી.
૫૧મા આચાર્ય સિંહપ્રભસૂરિ
૫૨મા આચાર્ય અજિતસિંહસૂરિ - વિ. સં. ૧૩૧૬માં આચાર્યપદે અને વિ. સં. ૧૩૩૯માં સ્વર્ગવાસ.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૭૩
૧૯૩