________________
સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એવું સ્વરૂપ આજે ક્યાંય દૃષ્ટિગોચર થતું નથી. એનું કારણ ગુરુજીને પૂછતાં તેમણે પ્રમાદનું બાહુલ્ય એ કારણ જણાવ્યું. પોતાના ગચ્છમાં વિજયચંદ્રને સ્થિર કરવા ઉપાધ્યાયપદે પ્રતિષ્ઠિત કર્યા. પણ પાપભીરુ આત્માર્થી વિજયચંદ્રને આ પ્રકારનાં શિથિલાચારવાળા ગચ્છમાં રહેવાનું રુચિકર લાગ્યું નહિ. તે પોતાના ત્રણ સાધુઓની સાથે ક્રિયોદ્ધાર કરવાનો દઢ સંકલ્પ લઈને બડગચ્છ અને પોતાના ગુરુથી અલગ થઈ અન્ય કોઈ સ્થાને વિહાર કરી ગયા અને વિહારધામમાં લાટ દેશમાં પહોંચ્યા. મધ્યાહ્ન વેળાએ મુનિ મધુકરી માટે ગૃહસ્થોનાં ઘર તરફ ગયા. અનેક ગૃહસ્થોનાં ઘરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરવા છતાં પણ એ સાધુઓને કોઈ પણ ગૃહસ્થના ઘરેથી નિર્દોષ આહારપાણી ન મળ્યા. એ સાધુ કોઈ પણ રીતે નિરાશ થયા વગર સમભાવપૂર્વક પાવાગિરિના શિખર તરફ આગળ વધ્યા. શિખર પર આવેલા જિનમંદિરમાં જિનેન્દ્ર પ્રભુને વંદન-નમન કરી એમણે સંલેખનાની આકાંક્ષાથી એક માસના નિર્જળ-નિરાહાર તપના પ્રત્યાખ્યાન કર્યા. આ રીતે ઘોર તપસ્યાની સાથે આત્મચિંતનમાં લીન વિજયચંદ્રમુનિ અને એમના સાથી સાધુઓનો લગભગ એક માસનો સમય વ્યતીત થવા લાગ્યો.
એ વખતે વિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં તીર્થકર સીમંધર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરણ કરી રહ્યા હતા. સીમા નગરીમાં દેવો એ સમવસરણની રચના કરી. સમવસરણમાં એકત્રિત ચતુર્વિધ ધર્મસંઘ અને શ્રદ્ધાળુ સુરાસુર નરેન્દ્રાદિની સુવિશાળ ધર્મ પરિષદ સમક્ષ શ્રી સીમંધર સ્વામીએ મુનિ વિજયચંદ્રની કઠોર નિરતિચાર શ્રમણચર્યા, ક્રિયાપાત્રતા અને ધર્મ પ્રતિ પ્રગાઢ નિષ્ઠા આદિ ગુણોની પ્રશંસા કરી. આ સાંભળી ચક્રેશ્વરીદેવી હર્ષવિભોર થયાં. પ્રભુની દેશના બાદ તે સાધુ વિજયચંદ્રની સેવામાં પાવાગિરિના શિખર પર ઉપસ્થિત થયાં અને સાધુ વિજયચંદ્રને ભક્તિ સહિત વંદન કરી કહ્યું : “હવે સંલેખના - આમરણ અનશન કરવાની આવશ્યકતા નથી. ભાલિજ્યનગરથી યશોધન નામના એક શ્રેષ્ઠી સંઘની સાથે કાલ સવારે અહીં ભગવાન મહાવીરના મંદિરની યાત્રા માટે આવી રહ્યા છે. આપના ઉપદેશથી પ્રબુદ્ધ થઈ તેઓ આપ લોકોના નિદોષ ખાન-પાનથી માસ-તપનું પારણું કરાવશે.” આ રીતે પ્રાર્થના કરી ચક્રેશ્વરીદેવી અંર્તધાન થઈ ગઈ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 999999999999 ૧૮૩]