________________
શ્રેષ્ઠી દંપતીએ હર્ષવિભોર થઈને ઉત્તર આપ્યો : “ભગવંત ! અગર અમારા પુત્રના હાથે જિનશાસનની પ્રભાવના થવાની હોય તો એ અમારા માટે મહાન સૌભાગ્યની વાત છે. અમે સહર્ષ વચન આપીએ છીએ કે - “જ્યારે પણ આપ કહેશો ત્યારે એ પુત્રને આપનાં ચરણોમાં તત્કાળ સમર્પિત કરી દઈશું.”
એ રાત્રે દેઢીએ પણ સ્વપ્ન જોયું કે જિનશાસન સેવિકાદેવી એને કહી રહી છે : “કલ્યાણી ! તમારો પ્રથમ પુત્ર જે સમયે પાંચ વર્ષનો થાય, એ વખતે એને ગુરુ-ચરણોમાં સમર્પિત કરી દેજો. એ પુત્ર પછી યથા સમયે તમે બીજા પુત્રને જન્મ આપશો, જેનાથી તમારા વંશની વૃદ્ધિ થશે.”
દેવી દ્વારા થયેલી ભવિષ્યવાણી અનુસાર શ્રેષ્ઠીપત્ની દેઢીએ સાતમા દિવસે રાત્રિના સમયે સ્વપ્નમાં ગાયનું દૂધ પીધું અને તેના ગર્ભમાં એક મહાન પુણ્યશાળી આત્માનું અવતરણ થયું. ગર્ભકાળ પૂર્ણ થયો ને દેઢીએ એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. ગર્ભા વતરણ સમયે દેઢીએ ગોદુગ્ધપાનનું સ્વપ્ન જોયું હતું, એ કારણે માતા-પિતાએ પુત્રનું નામ ગોદુકુમાર રાખ્યું.
ભાવસાગરસૂરિએ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પછી થયેલા આચાર્યોનાં નામ અને ક્રમ આપતા. ઉદ્યોતનસૂરિ દ્વારા બડગચ્છની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ ઉદ્યોતનસૂરિના પટ્ટધર સર્વદેવસૂરિ, પધદેવસૂરિ, ઉદયપ્રભસૂરિ, પ્રભાનંદસૂરિ, ધર્મચંદ્રસૂરિ, સુવિનયચંદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વીરચંદ્રસૂરિ અને જયસિંહસૂરિ સુધી બડગચ્છના આચાર્યોનાં નામ આપ્યાં છે. ત્યાર બાદ જયસિંહસૂરિના પટ્ટશિષ્ય વિજયચંદ્રનો પરિચય આપતાં લખ્યું છે કે - “આબુ પર્વત પાસે દંતાણી નામના ગામમાં પ્રાગ્વાદવંશીય દ્રોણ નામનો મંત્રી રહેતો હતો. એ દ્રોણ મંત્રીની દેઢી નામની ધર્મપત્નીની કૂખે વિજયચંદ્રનો જન્મ થયો. વિજયચંદ્રએ સંસારથી વિરક્ત થઈ હર્ષોલ્લાસપૂર્વક સંયમ ગ્રહણ કર્યો. ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક આગમોનું અધ્યયન શરૂ કર્યું અને થોડા સમયમાં આગમમર્મજ્ઞ વિદ્વાન થઈ ગયો. આગમોના અધ્યયનકાળમાં આગમવચનો પર ચિંતન-મનન કરતી વખતે મુનિ વિજયચંદ્રએ સ્પષ્ટ જોયું કે - “આગમોમાં ધર્મનું અને શ્રમણાચારનું જે ૧૮૨ 99999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)