________________
૫. વિ. સં. ૧૪૬૧માં વર્ધમાનસૂરિએ પિપ્પલિયા ખરતરગચ્છની
સ્થાપના કરી. “સમયસુંદરકૃત પટ્ટાવલી'માં વિ. સં. ૧૪૬૧માં જિનવર્ધનસૂરિમાંથી પિપ્પલિયા ખરતરગચ્છ ઉત્પન્ન થવાનો
ઉલ્લેખ છે. ૬. વિ. સં. ૧૫૬૦માં આચાર્ય શાંતિસાગરે આચાર્યા નામક ખરતર
ગચ્છની નવી શાખાનું પ્રચલન કર્યું. ૭. વિ. સં. ૧૬૧૨માં ભાવહર્ષગણિએ ખરતરગચ્છમાં પોતાના
નામે ભાવહર્ષીયા શાખાને જન્મ આપ્યો. ૮. વિ. સં. ૧૯૭૫માં રંગવિજયસૂરિએ ખરતરગચ્છમાં પોતાના
નામ પર રંગવિજયા શાખાની સ્થાપના કરી. ૯. વિ. સં. ૧૬૭પમાં જ ખરતરગચ્છમાં શ્રીસારજીથી શ્રી સારગચ્છ
નામની શાખાની ઉત્પત્તિ થઈ. ૧૦. વિ. સં. ૧૬૮૭માં જિનસાગરસૂરિએ લઘુ આચાર્ય નામની એક
નવીન શાખાનું ખરતરગચ્છમાં પ્રચલન કર્યું. - કાળાંતરે એકમાત્ર જિનવાણી અર્થાતુ આગમોને જ પ્રામાણિક માનવાની જગ્યાએ નિર્યુક્તિઓ, વૃત્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓને પણ આગમતુલ્ય જ પરમ પ્રમાણ માનવાની પ્રવૃત્તિના કારણે ખરતરગચ્છમાં પણ ચૈત્યવાસીઓ દ્વારા શતાબ્દીઓથી રૂઢ થયેલી વિકૃતિઓ વિકસવા લાગી. ધીરે-ધીરે, પ્રારંભે ભટ્ટારક અને સમય જતાં શ્રી પૂજ્યના બિરુદથી વિભૂષિત ખરતગચ્છના આચાર્યોએ પણ છત્ર, ચામર, છડી આદિ રાજાધિરાજાઓનાં રાજચિહ્નોને ધારણ કરવાનું, વિપુલ પરિગ્રહ કરવાનું અને પાલખીમાં બેસી આવગમન કરવાની શરૂઆત કરી દીધી.
માત્ર ખરતરગચ્છ નહિ, સુવિહિત કહેવાતી અનેક પરંપરાઓની પટ્ટાવલીઓ આ પ્રકારનાં ઉદાહરણથી ભરી પડી છે. ઉદાહરણ તરીકે ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી'માં વર્ણિત આચાર્ય જિનચંદ્રસૂરિ અને તેમના શિષ્ય આચાર્ય જિનકુશળસૂરિજીએ પણ યાત્રા નિમિત્તે બે વખત ચાતુર્માસમાં ભ્રમણ કરવાના અપવાદને સેવ્યો હતો. [ ૧૬૮ 969696969696969696969] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)