________________
હેમચંદ્રાચાર્યએ કુમારપાળને સંબોધિત કરતાં કહ્યું : “રાજનું ! અમે તો સૂર્યાસ્ત થાય કે અન્નની વાત તો દૂર, પાણીનું એક ટીપું પણ મોમાં નાખતાં નથી. એનાથી વિપરીત મારા મિત્ર, જેઓ આ પ્રકારે આપની સમક્ષ વાત કરી રહ્યા છે, તેઓ સૂર્યાસ્ત પછી પણ રાત્રે ખાનપાન કરે છે. ન્યાયપ્રિય રાજા! આપ ન્યાયપૂર્ણ નિર્ણય આપો કે સૂર્ય અસ્ત થવાની સાથે અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરનાર અમે લોકો જ વાસ્તવમાં સૂર્યનો આદર કરીએ છીએ, નહિ કે આ લોકો. આ અકાપ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સ્વતઃ સિદ્ધ એવી વાત છે.”
એક દિવસ આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ કુમારપાળના કક્ષમાં આવ્યા. એ વખતે એમના શિષ્ય યશચંદ્રગણિએ એમના આસન પર કામળી રાખતાં પહેલાં એને રજોહરણથી પરિમાર્જિત કર્યું. એ વખતે, “જ્યારે કોઈ જીવ-જંતુ દેખાય તો આવો પ્રયાસ કરવો જોઈએ, અન્યથા આ પ્રકારનો પ્રયાસ વ્યર્થ સિદ્ધ થાય.” એવી રાજા કુમારપાળની યુક્તિપૂર્ણ વાત સાંભળી આચાર્ય હેમચંદ્રસૂરિએ સ્પષ્ટીકરણ કર્યું: “રાજન ! એક ચતુર રાજા એના શક્તિશાળી શત્રુના આક્રમણ પૂર્વે જ હાથી, ઘોડા, રથ આદિથી ચતુરંગિણી સેનાનું ગઠન કરે છે. જે રીતે આ રાજનીતિ છે કે રાજાએ પોતાની સેનાને, કોઈ પણ શત્રુના આક્રમણને ખાળવા-સામનો કરવા અને પરાસ્ત કરવા માટે યોગ્ય રીતે સદા સુસજ્જ રાખવી જોઈએ, એ રીતે જ રાજ્ય-વ્યવહારની જેમ અમારો ધર્મ - વ્યવહાર પણ છે કે નાનામાં નાના અદેશ્ય જીવની રક્ષા માટે અમે લોકો પરિમાર્જન આદિ દરેક પ્રકારની ક્રિયા કરવામાં પ્રાણીઓના પ્રાણનો ખ્યાલ કરીએ છીએ.”
-આચાર્યશ્રીની અદ્ભુત પ્રત્યુત્પન્નમતિની ઘાતક આ યુક્તિસંગત ઉત્તરથી કુમારપાળ એટલા પ્રસન્ન થયા કે શીશ ઝુકાવી વિનમ્ર સ્વરે પ્રાર્થના કરતા કહ્યું : “આચાર્ય દેવ ! રાજ્યારોહણથી પૂર્વ આપની સમક્ષ કરવામાં આવેલી પ્રતિજ્ઞાની પૂર્તિ માટે હું વિશાળ ગુર્જર રાજ્ય આપને સાદર સમર્પિત કરું છું. કૃપા કરી આપ એને ગ્રહણ કરો.”
હેમચંદ્રાચાર્યએ કહ્યું : “રાજનું ! મેં એ વખતે કહ્યું હતું કે - સર્વસ્વ ત્યાગી અમારા જેવા અધ્યાત્મપથના પથિકોને રાજ્યની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 96969696969999999 ૧૪૩