________________
એક વિશાળ રાજ્યને હસ્તગત કરવાનો સુઅવસર જોઈને ગુર્જર રાજ્ય પર આક્રમણ કર્યું. ગુપ્તચરો પાસેથી શત્રુના આક્રમણની વાત સાંભળી મહામંત્રી ચાતુ તત્કાળ યશોવર્માની પાસે પહોંચ્યા અને પોતાના વાક્યાતુર્યથી યશોવર્માને માલવ રાજ્ય તરફ પાછા વાળ્યા.
સોમેશ્વરની યાત્રાથી પાછા ફર્યા બાદ જ્યારે જયસિંહે માલવરાજના આક્રમણની વાત સાંભળી તો એ યશોવર્મા પર ખૂબ ગુસ્સે થયા અને તેના આ દુસ્સાહસનો પ્રતિશોધ લેવાનું નક્કી કર્યું. યુદ્ધની પૂરી તૈયારી કરી લીધા બાદ એક દિવસ મહારાજ જયસિંહે એક શક્તિશાળી વિશાળ સેનાની સાથે માલવરાજની રાજધાની ધારાનગરી તરફ પ્રસ્થાન કર્યું. યશોવર્માએ શત્રુની પ્રબળ સૈન્યશક્તિને દુર્દાત્ત અને અજેય સમજી રણમેદાનથી પલાયન કરી પોતાની સેના સાથે પોતાની રાજધાની ધારાનગરીમાં પ્રવેશ કર્યો અને નગરના કોટના લોખંડી દરવાજા બંધ કરી દીધા. ૧૨ વર્ષ સુધી સિદ્ધરાજની સેનાએ નગરને ઘેરો ઘાલ્યો. આખરે હાથીના શક્તિશાળી આક્રમણથી લોખંડી આગળ તૂટી ગયા અને હાથી દ્વારની અંદર પ્રવિષ્ટ થવા લાગ્યા. જયસિંહ પોતાની સેના સાથે નગરમાં દાખલ થયા અને યશોવર્માને બંદી બનાવી લીધા. ત્યાર બાદ વિજયી જયસિંહે માલવ રાજ્યને પોતાના અધિકારમાં કરી સર્વત્ર પોતાની આજ્ઞા પ્રસારિત કરી.
વિજય પછી નગર પ્રવેશોત્સવ સંપન્ન થયા પછી મહારાજ જયસિંહની ઇચ્છાનુસાર આચાર્ય હેમચંદ્રએ દરેક વ્યાકરણ ગ્રંથોનું અવગાહન કરી સવા લાખ શ્લોક-પરિમાણ “સિદ્ધહેમ વ્યાકરણ નામનો સુંદર, સુગમ્ય અને દરેક દૃષ્ટિએ પૂર્ણ વ્યાકરણગ્રંથનું નિર્માણ કર્યું. ત્યાર બાદ સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડી પર પ્રતિષ્ઠિત કરી શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા બાદ ગ્રંથને મહારાજા જયસિંહના રાજમંદિરે લાવવામાં આવ્યો અને પૂજા-અર્ચના બાદ એને રાજ્યના કોષાગારમાં રાખવામાં આવ્યો. આ વ્યાકરણના નામકરણમાં પ્રયુકત “સિદ્ધ' અને “હેમ” શબ્દોથી મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનું નામ અમર થઈ ગયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 9999696969699999 ૧૩૦ |