________________
કરવા આતુર છે. મુંજાલે મયણલ્લદેવીને એ નિમ્ન જાતિની રમણી જેવાં વસ્ત્ર પરિધાન કરાવી એકાંત સ્થાનમાં મોકલી દીધાં. અંધારભર્યા કક્ષમાં મયણલ્લદેવીને જ પોતાની હીનકુલીના પ્રેયસી સમજતા કર્ણએ તેનો ઉપભોગ કર્યો. મયણલ્લદેવી એ રાતે ગર્ભવતી થઈ અને એણે રાજા પાસેથી વિદાય થતી વખતે રાજાની અંગૂઠી સ્મૃતિચિહ્ન તરીકે માંગી લીધી અને પોતાના મહેલમાં ચાલી ગઈ.
બીજા દિવસે પ્રાતઃકાળે રાજા કર્ણને રાત્રે કરેલાં પોતાના દુષ્કૃત્ય પર ભયંકર પસ્તાવો થયો અને પ્રાયશ્ચિત્ત રૂપે મરવાનો સંકલ્પ કર્યો. રાજાને મરવા માટે કૃતસંકલ્પ જોઈને મંત્રી મુંજાલે રાત્રિનું રહસ્ય ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે - જે સ્ત્રીની સાથે આપે સમાગમ કર્યો છે તે બીજું કોઈ નહિ પણ કર્ણાટકના મહારાજ જયકેશીની કુળવાન રાજપુત્રી અને મહારાજ કર્ણની પરીણીતા મહારાણી મયણલ્લદેવી હતાં. પોતાની મુદ્રિકા અને મહારાણી મયણલ્લદેવીને જોઈને એમને પૂરો વિશ્વાસ થયો કે તેમણે કોઈ દુષ્કૃત્ય કર્યું નથી. આમ તેઓ આશ્વસ્ત થયાં.’
આ ઘટના પછી મહારાજા કર્ણ મયણલ્લદેવીની સાથે સમુચિત સદ્વ્યવહાર કરવા લાગ્યા. ગર્ભકાળ પૂરો થતા મયણલ્લદેવીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મથી મહારાજ કર્ણના હર્ષનો પાર ન રહ્યો અને તેણે પોતાના પુત્રનું નામ જયસિંહ રાખ્યું. આગળ જણાવ્યું તેમ ૩ વર્ષની ઉંમરમાં વિ. સં. ૧૧૫૦ની પોષ વદ ત્રીજ ને શનિવારના રોજ રાજકુમાર જયસિંહનો રાજ્યાભિષેક થયો.
ત્યાર બાદ અનેક વિદ્યાઓ અને રાજનીતિમાં નિષ્ણાત થઈ મહારાજા જયસિંહે ગુર્જર રાજ્યની યોગ્ય રીતે રાજ્યવ્યવસ્થા કરી. તેણે પોતાની માતા મયણલ્લદેવીના પ્રણ પૂરા કરવા માટે સોમનાથની યાત્રા પર લગાવાતા બાહુલોડ કરને સદાયને માટે સમાપ્ત કર્યો. ચાલુક્યરાજ જયસિંહ દ્વારા કરવામાં આવેલી મુક્તિની ઘોષણાથી મયણલ્લદેવીને અપાર હર્ષ થયો. એણે સોમેશ્વર મંદિરમાં જઈ સવા કરોડના મૂલ્યના સોનાથી સોમનાથની પૂજા કરી.
જે વખતે મહારાજ જયસિંહ પોતાની માતા મયણલ્લદેવીને સોમેશ્વરની યાત્રા કરાવી રહ્યા હતા, એ વખતે માલવરાજ યશોવર્માએ ૧૩૬ ૦૦૦૦૦૦૦૦૦૦00 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)