________________
પ્રભાવક આચાર્ય થયા, જેમણે સિદ્ધરાજ જયસિંહને જિનશાસનના હિતૈષી અને કુમારપાળ ચાલુક્યરાજને સાચા જૈન અનુયાયી, ધર્મનિષ્ઠ, બાર વ્રતધારી શ્રાવક બનાવી જૈન ધર્મની મહાન પ્રભાવના કરી. હેમચંદ્રસૂરિના ઉપદેશનો જ પ્રભાવ હતો કે કુમારપાળે પોતાના વિશાળ રાજ્યના વિસ્તૃત ભૂભાગમાં ૧૪ વર્ષ સુધી નિરંતર અમારિની ઘોષણા કરાવી કરોડો અબોલ પશુઓને અભયદાન પ્રદાન કરી અહિંસા, માનવતા અને જૈન ધર્મની પ્રતિષ્ઠાને આગળ વધારી. - આચાર્ય હેમચંદ્રના પ્રભાવશાળી ઉપદેશો, પ્રકાંડ પાંડિત્ય અને સમષ્ટિ કલ્યાણ માટે અપાયેલી પ્રેરણાઓનું જ સુફળ હતું કે વિશાળ ગુર્જર રાજ્યના બે મહારાજાઓ-સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના રાજ્યકાળમાં ગુર્જર પ્રદેશને એક સુગઠિત, માનવીય આદશોંથી પ્રેરિત સુસંસ્કૃત, સમૃદ્ધ રાજ્યના રૂપે ઉભરવાનો અવસર મળ્યો.
આચાર્ય હેમચંદ્રએ સાહિત્ય-સર્જનના ક્ષેત્રમાં તો નૂતન કીર્તિમાન સ્થાપિત કર્યા. એમની પ્રેરણાથી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે સુદૂરસ્થ પ્રાંતોમાંથી પ્રાચીન ગ્રંથો, ઉપયોગી હસ્તપ્રતો અને દુર્લભ સાહિત્યને પાટણમાં મંગાવ્યું, અને ગુજરાતના જ્ઞાનભંડારને સમૃદ્ધ કરવાની સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, યોગ આદિ અનેક વિષયોના અભિનવ ગ્રંથ-રત્નોના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું.
આ તથ્યોને પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એ સિદ્ધ થાય છે કે હેમચંદ્રસૂરિ જિનશાસનના મહાન પ્રભાવક આચાર્ય હતા. એમણે માત્ર જિનશાસનના ઉત્કર્ષ અને પ્રસાર-પ્રચારનું જ કાર્ય ન કર્યું, પણ સમષ્ટિ કલ્યાણનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યા. ઉપદેશક હોવાની સાથે સાથે તેઓ પોતાના સમયના એક મહાન આચાર્ય હતા. એમણે વિવિધ વિષયો પર મૌલિક ગ્રંથોની રચના કરી સરસ્વતીના ભંડારની શ્રીવૃદ્ધિ કરી. અનન્ય અલૌકિક પ્રતિભાસંપન્ન આચાર્યની પ્રતિભાથી પ્રભાવિત થઈ અનુગામી સાહિત્યકારોએ તેમને “કલિકાલસર્વજ્ઞ'ના બિરુદથી વિભૂષિત કર્યા. આચાર્ય હેમચંદ્રસુરિ ચાલુક્યરાજ, સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળ આ ત્રણેય યુગપુરુષોના જીવન પરસ્પર પૂરક રહ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969૭ ૧૩૧ |