________________
મૈત્રીના પ્રગાઢ સ્વરૂપના પરિણામે ગુર્જરભૂમિના સુસંસ્કારિત નવનિર્માણનો શુભારંભ થયો.
એક દિવસ પાટણની રાજસભાની વિદ્વાનોની મંડળી અવંતિથી આવેલ ગ્રંથો સિદ્ધરાજ જયસિંહને બતાવી રહી હતી. સિદ્ધરાજે જયસિંહે એક ગ્રંથ પર “ભોજ વ્યાકરણ' લખેલું જોઈને વિદ્વાનોને પ્રશ્ન કર્યો કે - “આ શું છે ?” એક વયોવૃદ્ધ વિદ્વાને કહ્યું : “રાજન્ ! આ માલવરાજ ભોજ દ્વારા નિર્મિત વ્યાકરણ છે.”
મહારાજ ભોજ સ્વયં વિદ્વાન હતા. એમણે અલંકાર, જ્યોતિષ, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, રાજનીતિ, વાસ્તુકલા, અંકગણિત, શકુનશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને આધ્યાત્મિક વિષય પર અનેક ગ્રંથોની રચનાઓ કરી હતી.
ભોજ વ્યાકરણ'ને જોઈને સિદ્ધરાજ જયસિંહને ગુર્જર રાજ્યના ગ્રંથાગાર માટે આવા ગ્રંથ તૈયાર કરાવવાની જિજ્ઞાસા થઈ. એમણે આચાર્ય હેમચંદ્રસૂરિને આવો વ્યાકરણ ગ્રંથ નિર્માણ કરવાની પ્રાર્થના કરી. આ કાર્યને નિષ્પન્ન કરવા માટે હેમચંદ્રસૂરિના કહેવાથી કાશમીર પ્રદેશમાં આવેલા સરસ્વતી દેવીના ગ્રંથાગારમાંથી વ્યાકરણ વિષયક ગ્રંથો મંગાવવામાં આવ્યા. દેવી ભારતીએ સ્વયં પ્રગટ થઈને સિદ્ધરાજના રાજપુરુષોને કહ્યું : “હેમચંદ્ર મારું જ બીજું સ્વરૂપ છે. એમની ઈષ્ટ સિદ્ધિ માટે એમને જરૂરી દરેક ગ્રંથ લાવવાની વ્યવસ્થા કરો.” રાજપુરુષ દરેક આવશ્યક ગ્રંથ લઈને આવ્યા અને હેમચંદ્રાચાર્ય પર દેવીની અનન્ય કૃપાની વાત જણાવી.
મહારાજા જયસિંહે પોતાનો આંતરિક આનંદ પ્રગટ કરતાં કહ્યું : “ધન્ય છે મારો દેશ, જ્યાં આ પ્રકારના સમર્થ મહાપુરુષ છે.”
આચાર્ય હેમચંદ્રસૂરિએ ભારતીના ગ્રંથાગારથી આવેલાં ગ્રંથરત્નોનો પૂર્ણ એકાગ્રતાથી નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો અને ચિંતન - મનન કરી “સિદ્ધહેમ વ્યાકરણ” ગ્રંથની રચના કરી. સૂત્રવૃત્તિ તથા અનેકાર્થ બોધિકા નામમાલા સહિત આ ગ્રંથરત્નને જોઈને તત્કાલીન વિદ્વાનોએ હેમચંદ્રસૂરિની મુકતકંઠે પ્રશંસા કરી અને સહુએ આ ગ્રંથરત્નને આદરપૂર્વક વધાવ્યો. ( ૧૨૨ 969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)