________________
સુયોગ્ય શિષ્ય સોમચંદ્રની જન-જનનાં મુખે ખ્યાતિ સાંભળી દેવચંદ્રસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરવાનો સંકલ્પ કર્યો. એમણે સંઘના સદસ્યોને આમંત્રિત કરી એમની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. એ પ્રસ્તાવનું સંઘના સભ્યોએ હાર્દિક સ્વાગત કર્યું. ત્યાર બાદ વૈશાખ સુદ તૃતીયા-(અક્ષય તૃતીયા)ના દિવસે મુનિ સોમચંદ્રને આચાર્યપદે પ્રતિષ્ઠિત કરવાનો નિર્ણય લેવાયો. વિ. સં. ૧૧૬૬ની વૈશાખ સુદ તૃતીયાની મધ્યાહ્ન વેળાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહ, સમસ્ત સંઘ અને નાગરિકો સમક્ષ વિવિધ વાદ્યયંત્રોની ધ્વનિ વચ્ચે મુનિ સોમચંદ્રને આચાર્યપદે અધિષ્ઠિત કરવામાં આવ્યા. ત્યાર બાદ નિઃસ્તબ્ધ શાંતિનું વાતાવરણ રચી આચાર્ય દેવચંદ્રએ મુનિ સોમચંદ્રના કાનમાં સૂરિમંત્રનું ઉચ્ચારણ કર્યું. આ રીતે મુનિ સોમચંદ્રને સૂરિપદ (આચાર્યપદ) પર અધિષ્ઠિત કરતી વખતે એમના ગુરુ દેવચંદ્રસૂરિએ એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું ..
આ જ મંગળ મુહૂર્તમાં આચાર્ય હેમચંદ્રની માતા પાહિનીએ આચાર્ય દેવચંદ્રના મુખારવિંદથી પાંચ મહાવ્રતોની દીક્ષા ગ્રહણ કરી. એ જ વખતે આચાર્યપદ પર સઘઃ આસનસ્થ થયેલા હેમચંદ્રસૂરિએ પોતાના ગુરુ દેવચંદ્રસૂરિને વિનંતી કરી માતા પાહિનીને પ્રવર્તિનીપદ પ્રદાન કરાવી એમના માટે પાટ પર બેસવાનું પ્રાવધાન કરાવ્યું.
આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા બાદ હેમચંદ્રસૂરિ વિભિન્ન ક્ષેત્રોમાં જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરતાં કરતાં એક વખત અણહિલપુરપાટણમાં પધાર્યા. બીજા દિવસે રાજવી ઠાઠ-માઠથી હાથી પર સવાર મહારાજા જયસિંહ રાજમાર્ગ પર પસાર થઈ રહ્યા હતા. એમણે નજીક આવેલા ઉપાશ્રયમાં હેમચંદ્રસૂરિને બેઠેલા જોઈ હાથીને આગળ વધતો અટકાવી આચાર્યશ્રી સમક્ષ ઉપસ્થિત થયા. રાજાએ હેમચંદ્રસૂરિને જિજ્ઞાસાપૂર્ણ મુદ્રામાં કહ્યું : “કાંઈક કહો.'
આ વાત પર સિદ્ધ-સારસ્વત કવિ હેમચંદ્રસૂરિએ તત્ક્ષણ એક શ્લોકની રચના કરી સિદ્ધરાજ જયસિંહને પરાક્રમપૂર્વક વિજયી બનવાના આશીર્વાદ આપ્યા. એ જ ક્ષણથી સિદ્ધરાજ અને સિદ્ધ-સારસ્વતમાં પ્રગાઢમૈત્રી થઈ ગઈ. બંનેનું પ્રાયઃ પ્રતિદિન મિલન થવા લાગ્યું. બંનેની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૩૭૭ ૧૨૧