________________
કૌસ્તુભ મણિની સમાન એક પુત્રરત્નને જન્મ આપશો. તમે એ પુત્રરત્ન મને પ્રદાન કરશો અને એ જિનશાસનની મહત્તમ પ્રભાવના કરી શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરશે.”
ગર્ભકાળ પૂર્ણ થતાં પાહિનીએ વિક્રમ સં. ૧૧૪૫ની કારતક સુદ પૂર્ણિમાના દિવસે એક મનોહર પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠી ચાચિગના હર્ષનો પાર ન રહ્યો. શ્રેષ્ઠીએ મુક્ત હાથે જરૂરતમંદોને દાન કર્યું. પુત્રનું નામ ચંગદેવ રાખ્યું અને સહુ સ્વજનો, સજ્જનોને વિવિધ ભેટસોગાદોથી સન્માનિત કરી વિદાય કર્યા.
શ્રેષ્ઠીવર્ય પિતા ચાચિગ અને માતા પાહિની લાડપૂર્વક કુળદીપક ચંગદેવનું લાલનપાલન કરવા લાગ્યા. શ્રેષ્ઠી દંપતીને સુર-દંપતી તુલ્ય સુખાનુભૂતિ કરાવતા બાળક ચંગદેવે ૫ વર્ષ પછી ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. એક વખત ચાચિગ શેઠ ધંધાના કામે ગ્રામતરે ગયા હતા એ વખતે આચાર્ય દેવચંદ્રસુરિનું ધંધુકા નગરમાં આગમન થયું.
ધર્માચાર્ય દેવચંદ્રસૂરિનાં દર્શન-વંદન માટે પાહિનીએ પુત્રને સાથે લઈ મોઢ વસહી તરફ પ્રસ્થાન કર્યું. બાળક ચંગદેવ માતાના ડાબા હાથની કનિષ્ઠિકા આંગળી પકડી વસહીમાં પ્રવેશ કર્યો. એ વખતે દેવચંદ્રસૂરિ પોતાના આસનથી થોડે જ દૂર વસહીમાં આવેલા જિનમંદિરમાં જિનેશ્વરદેવના ચૈત્યવંદન કરી રહ્યા હતા. પાહિની આચાર્ય દેવને પ્રદક્ષિણાપૂર્વક વંદન કરવાના હેતુથી અટકી અને બીજી બાજુ બાળક ચંગદેવ આગળ વધીને આચાર્ય દેવસૂરિના આસન પર જઈને બેસી ગયો. આચાર્યશ્રીએ ચૈત્યવંદન બાદ જોયું તો એક તેજસ્વી બાળક એમના આસન પર પૂર્વાભ્યસ્ત જન્મજાત યોગીની જેમ આશ્વસ્ત મુદ્રામાં નિર્ભય બેઠો છે. આચાર્યશ્રીના તપોપૂત મુખમંડળ પર હર્ષાશ્ચર્ય મિશ્રિત મધુર સ્મિત ફરકી ગયું. પોતાની સમક્ષ વંદન મુદ્રામાં શીશ નમાવી ઊભેલી પાહિની તરફ જોતાં જ આચાર્યશ્રીને સમજાયું કે તે આસનસ્થ પુત્રની માતા છે. જિનશાસનને કોઈ અપૂર્વ લાભ થવાનો છે એવી આશાથી એમના હૃદયમાં આધ્યાત્મિક આનંદની તરંગો ઊભરાઈ.
પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિન્તામણિ (અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિની વિ.સં. ૧૩૬ ૧ની કૃતિ) વિક્રમની ચૌદમી શતાબ્દીના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) EBC3696969696969696969624 ૧૧૩]