________________
પૌર્ણમીયક-ગચ્છ
‘તપાગચ્છ પટ્ટાવલી’ અનુસાર શ્રમણ ભગવાન મહાવીરના ચાલીસમા પટ્ટધર (‘સૂરિનામાનિ’' અનુસાર એકતાલીસમા પટ્ટધર) આચાર્ય મુનિચંદ્રસૂરિના ગુરુભાઈ ચંદ્રપ્રભસૂરિએ વિક્રમ સં. ૧૧૫૯માં પૂર્ણિમા કે પૌર્ણમીયક-ગચ્છની સ્થાપના કરી. સંસ્થાપક હોવાની સાથે સાથે ચંદ્રપ્રભસૂરિ આ ગચ્છના પ્રથમ આચાર્ય પણ હતા. આ ગચ્છ મૂળતઃ ચંદ્રગચ્છની એક શાખા છે.
ચંદ્રપ્રભસૂરિનો જન્મ વિ.સં. ૧૧૧૪માં થયો. એમણે ૧૦ વર્ષની ઉંમરે વિ.સં. ૧૧૨૪માં દીક્ષા લીધી. વિ.સં. ૧૧૩૬માં એમને જયસિંહસૂરિએ આચાર્યપદે બેસાડવા. આચાર્યપદે બેસતાં જ એમણે વિધમાર્ગની પ્રરૂપણા પ્રારંભી. આ કારણે એમને ચતુર્દશીને પાક્ષિક પર્વ માનનારા તથા સાધુ દ્વારા મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના પક્ષધર અનેક આચાર્યો સાથે શાસ્ત્રાર્થ કરવા પડ્યા. વાદમાં અનેક આચાર્યોને પરાજિત કર્યા. ૫૨ વર્ષની વયે તેઓ વિ. સં. ૧૧૬૬માં સ્વર્ગસ્થ થયા.
પૂર્ણિમાના દિવસે જ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનો જે સિદ્ધાંત આગમોમાં ઉલ્લેખ છે, એને ચંદ્રપ્રભસૂરિએ છોડ્યો નહિ. એમણે કદી મૂર્તિ-પ્રતિષ્ઠા કરી નહિ, અને દરેક વર્ષે માસકલ્પ કર્યા. એકલા એમણે અવિધિનું અર્થાત્ ચતુર્દશીના પાક્ષિક પ્રતિક્રમણ કરનારા અને સાધુ દ્વારા જ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના માર્ગનું ખંડન કરી વિધિમાર્ગનું પ્રવર્તન કર્યું. આચાર્ય ચંદ્રપ્રભસૂરિએ ચતુર્દશીને પાક્ષિક પ્રતિક્રમણની માન્યતાવાળા અનેક આચાર્યોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. એમાંથી પાંચ આચાર્યોને પોતાના મતમાં દીક્ષિત કર્યા.
ચંદ્રપ્રભસૂરિના આચાર્યપદે બેસતા પૂર્વે જૈન ધર્મસંઘમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા અમુક અપવાદને બાદ કરતાં મોટેભાગે સાધુઓ દ્વારા જ થતી હતી, એ સમય સુધી સુવિહિત પરંપરાના વિભિન્ન ગચ્છોમાં પણ ચૈત્યવાસી પરંપરા દ્વારા પ્રચલિત થયેલી પ્રતિષ્ઠા-વિધિઓનું પ્રચલન હોવાનું અનુમાન છે. આચાર્ય પાદલિપ્તસૂરિ દ્વારા નિર્મિત પ્રતિષ્ઠા-વિધિમાં પ્રતિષ્ઠાચાર્યને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૭૭ ૧૦