________________
પ્રકાશકીય.
(ગાગરમાં સાગર ) જૈન ઇતિહાસમાળાના એકથી ચાર ભાગમાં વર્તમાન અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના સમયથી લઈને મહાન ધર્ણોદ્ધારક લોકાશાહનો સમય વિર નિર્વાણ સં. ૨૦૦૦ સુધીના જૈન ધર્મના ઇતિહાસને પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ ચતુર્થ ભાગમાં વી. નિ. સં. ૧૪૭૬ થી વિ. નિ. સં. ૨૦૦૦ સુધીનો ઇતિહાસ સમાવિષ્ટ છે. અહીં વિભિન્ન ગચ્છોના પારસ્પરિક કલહ, વિદ્વેષ અને લિંગાયતો દ્વારા જૈન ધર્માવલંબીઓ વિરુદ્ધ કરવામાં આવેલાં ભીષણ ધાર્મિક અભિયાનોનું વિશદ્ વિવરણ પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ સમયગાળામાં પણ જૈન ધર્માવલંબીઓ પર અનેક પ્રકારનાં ઘોર સંકટ આવ્યાં, પરિણામે એક જમાનામાં બહુસંખ્યક રૂપે રહેલા જેનો આજે અતિઅલ્પ સંખ્યામાં રહી ગયા છે.
જૈન ઇતિહાસને યથાતથ્ય સુચારુ રૂપે નિષ્પન્ન અને પ્રકાશિત કરવાના ભગીરથ કાર્યમાં જે સફળતા મળી છે, તે આગમમર્મજ્ઞ, ઇતિહાસપુરુષ પૂજ્ય આચાર્યશ્રી હસ્તીમલજી મહારાજસાહેબના અવિરત પુરુષાર્થ, વિધાતા, કુશળ માર્ગદર્શન અને મંગળ આશીર્વાદનું જ પરિણામ છે. આચાર્યશ્રીના વિદ્વત્તાપૂર્ણ અને શોધપૂર્ણ માર્ગદર્શનમાં આ ચતુર્થ ભાગનું આલેખન તથા સંપાદનમાં શ્રી ગજસિંહ રાઠોડ અને એમના સહયોગી શ્રી પ્રેમરાજ બોગાવતે જે પરિશ્રમ કર્યો છે, એના માટે એમનું હાર્દિક અભિવાદન કરીએ છીએ.
વર્તમાન સમયમાં આજનો માણસ અતિવ્યસ્ત થતો જાય છે. સમયનો અભાવ અનુભવતો માણસ ધર્મ, દર્શન, સંસ્કૃતિ અને ઇતિહાસથી પરિચિત થાય તે માટે “જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ સંક્ષિપ્તીકરણનું કામ હાથ પર લીધું.
આ ચતુર્થ ભાગની સાથે હવે સમગ્ર ચાર ભાગનું સંક્ષિપ્ત સંસ્કરણ વાચકોના હાથમાં છે. જીવનની અનેકવિધ વ્યસ્તતા વચ્ચે પણ આપણી ગૌરવશાળી પરંપરા અને ઇતિહાસનો અભ્યાસ કરવા કે તેનાથી નાતો જોડવા સમયનું આયોજન કરવું જોઈએ. અમારી ઇચ્છા તો એવી છે કે વિસ્તૃત જૈન ઇતિહાસનો સ્વાધ્યાય દરેક ઘરમાં થાય; પણ દરેકને માટે એ સંભવ પણ નથી. સ્વાભાવિક છે કે ઈતિહાસનું સંક્ષિપ્ત સંસ્કરણ ગ્રંથ સ્વરૂપ દરેકના ઘરે પહોંચે. અને દરેક વયના વાચકો પ્રેરક, રોચક અને રોમાંચક જૈન ઇતિહાસનો સ્વાધ્યાય કરે. ઇતિહાસપ્રેમી જિજ્ઞાસુઓ પાસે પણ એવી અપેક્ષા રહેવાની કે તેઓ જૈન ઇતિહાસનાં પુસ્તકોનો સેટ સ્વજનોને પ્રસંગોપાત્ત ઉપહાર સ્વરૂપે આપે. સ્વાધ્યાયપ્રેમીઓને અમારો અનુરોધ છે કે જે પુસ્તકાલયો સુધી આ પુસ્તકો પહોંચ્યાં ન હોય ત્યાં પહોંચાડવામાં અમને સહયોગ આપે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 969696969696969696969694 ૧ |