SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કવીતીર્થ. કવિવર દીપવિજયજીએ સં. ૧૮૮૯ માં આ તીર્થની તીર્થ માળા બનાવી છે. કાવીમાં હાલ બે જિનમંદિરે છે. આ બન્ને દેરાસરો “સાસુ-વહુનાં દેરાસરે” ના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે “સાસુ-વહુનાં દેરાં શા માટે કહેવાય છે? એ કારણ કવિએ આ તીર્થમાળામાં બતાવ્યું છે. અર્થાત આ બન્ને દેરાસરોની ઉત્પત્તિ આમાં વર્ણવી છે. કવિએ આ બન્ને દેરાસરની ઉત્પત્તિનું જે વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ છે – વડનગરના રહેવાસી નાગરજ્ઞાતીય અને ભદ્રસિવાણા ગોત્રીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગે. વ્યાપાર કરતાં તેણે કેટ દ્રવ્ય પેદા કર્યું. તેને પુત્ર અલુએ ગાંધી હતું, અને તેને પુત્ર લાડકે ગાંધી હતા. લાડકાને બે પુત્ર થયાદ–વાડુઓ અને ગંગાધર. વાડુઆને બે ઢિયે હતી:પિપટી અને હીરાબાઈ. હીરાબાઇને ત્રણ પુત્રો થયા-કુંઅરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીની એક સ્ત્રી હતી. જેનું નામ હતું વીરાંબાઈ. - આ કુટુંબે કાવીમાં એક જિનમંદિર બનાવ્યું. અને સં. ૧૯૪૯ માં વિજયસેનસૂરિના હાથે તેમાં કષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. એક વખત હીરાંબાઈ સાસુ અને વીરાંબાઈ વહુ આ મંદિરમાં દર્શન કરવાને આવેલાં. તે વખતે વહુ ઊંચી અને મંદિરનું બારણું નીચું હોવાના કારણે, વહુએ સાસુને ધીરે રહીને કહ્યું. “બાઈજી ! મંદિરનું શિખર બહુ ઊંચું બનાવ્યું, પણ બારણું બહુ નીચું કર્યું. ” વહુનું આ વચન સાંભળી સાસુને રીસ ચઢી, તેણીએ વહુને મહેણું મારતાં કહ્યું –“વહુજી! તમને હોંશ હોય તે પિયરથી દ્રવ્ય મંગાવી હેટા શિખરવાળું મંદિર બનાવે અને તેનું બારણું સમજી વિચારીને ઊંચુંનીચું કરાવો.” [ ૬ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy