________________
નથી. કર્તાએ આ તીર્થમાળામાં ગિરિનારતીર્થનું–ત્યાંનાં દર્શનીય સ્થાનેનું વર્ણન કર્યું છે, એટલું જ નહિ પરંતુ આ તીર્થ ઉપરનાં મંદિર બનાવનાર અને ઉદ્ધાર કરાવનારાઓને પણ પરિચય આપ્યો છે. આવા જે જે પુરૂષનાં નામે કવિએ આમાં આપ્યાં છે, તેમાંનાં મુખ્ય આ છે –
વસ્તુપાલ, ધરણુગ, સલખ, સમરસિંહ, ઘૂંધલ, તેજપાલ, આંબે, પૂનાશાહ, સિદ્ધરાજ જયસિંહ, સાજણ, ગેઈઆ, શાણે, ભૂભવ, નરપાલ, સાલિગ, મેલા, રામસિંહ, ડુંગર, ચીતરે અને સામેલ વિગેરે.
કવિએ અહિંનાં જે જે મુખ્ય સ્થાનેનો ઉલ્લેખ કર્યો છે, તમાં સૌથી પહેલાં જ તેણે તેજલપુરનું નામ ઉલેખ્યું છે, આ ___“ संवत् १५२३ वर्षे वैशाष सुदि १३ गुरौ श्रीवृद्धतपापले श्रीगच्छनायकभट्टारकश्रीरत्नसिंहसूरीणां तथा भट्टा उदयवल्लभसूरीणांच] उपदेशेन । व्य. श्रीशाणा सं० भूभवप्रमुखश्रीसंघेन श्रीविमलनाथपरिकरः कारित: प्रतिष्ठितो गच्छाधीशપૂછજ્ઞાનતાનrqffમ ”
જે રત્નસિંહરિના શિષ્ય આ તીર્થમાળા બનાવી છે, તેજ રત્નસિંહસુરિના ઉપદેશથી ઉપર્યુક્ત શ્રાવકોએ અહિં સં. ૧૫૩માં વિમલનાથનું પરિકર બનાવી પ્રતિષ્ઠા કરાવી છે, એટલે કવિને સમય અનાયાસ સેળમી શતાબ્દિનો સિદ્ધ થાય છે.
૧ આ તેજલપુર, વસ્તુપાલે પોતાના ભાઈ તેજપાલના નામથી વસાવ્યાનું કવિ જણાવે છે, પરંતુ તે ઠીક નથી. આ તેજલપુર ખાસ મંત્રી તેજપાલે પિતાના નામથી વસાવ્યું હતું. એનું પ્રમાણ એ છે કે –
નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ, કે જેઓ તેરમી શતાબ્દિમાં-વસ્તુપાલતેજપાલના સમયમાં જ થયા છે અને જે વસ્તુપાલ-તેજપાલના ગુરૂ થાય છે. તેમણે રેવંતરિજાકુ ” માં લખ્યું છે
તેજપાલ ગિરનારતલે તેજલપુરૂ નિયનામિ; - કારિઉ ગઢમઢપવપવ મણહર ઘરિ આરામિ. ”
[૫૭]